SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આત્મજ્ઞાન અને સાધનાપથ ઉપર અનુગ્રહ કરીને પોતપોતાના પૂર્વસંસ્કાર અને પોતપોતાને પરિચિત પરિભાષામાં તેના કંઈક સંકેત આપવા પ્રયત્ન કરે છે. દેખીતું જ છે કે સ્વાનુભૂતિના એ સંકેતોમાં પૂર્ણ સત્યનો કોઈ એક નાનકડો અંશ જ રજૂ થતો હોય છે** એ આંશિક વર્ણનની પરિભાષા ભિન્ન હોવા છતાં પરસ્પરના અનુભવના સામ્યને એ અનુભવીઓ તો પરખી લે છે, એટલે તેમની વચ્ચે મત-પંથની ભેદરેખા અને સ્થળ-કાળની મર્યાદા ભૂંસી નાખતી બંધુતાની એક અદશ્ય ગાંઠ બંધાઈ જાય છે. પણ, એમને સાંભળનારા આંશિક સત્યને રજૂ કરતા એ શબ્દસંકેતોનું અર્થઘટન પોતપોતાની સમજ, રુચિ અને પૂર્વગ્રહો અનુસાર કરીને, સત્ય વિશે ભિન્ન ભિન્ન માન્યતાઓ બાંધી લઈ, તેમાં પુરાઈ રહે છે અને માને છે કે પોતે પોતાના પાડોશી કરતાં જુદા દર્શન’ના અનુયાયી છે. સમાપત્તિ-અર્થાત્ શ્રી અરિહંત પરમાત્મા સાથે અભેદાનુભૂતિ–પામી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરનાર જૈન સાધક હો, નિમ્બાનિક (નિર્વાણિક) અવસ્થામાં ડૂબકી મારી “સોતાપન' થતો બૌદ્ધ સાધક હો, કે આત્મદર્શન પામીને ‘જિ' બનતો હિન્દુ સાધક હો-એ સૌનું જીવનદર્શન બદલાઈ જાય છે. જીવન પ્રત્યેનો એમનો અભિગમ આત્માનુભૂતિ ન પામેલ વ્યક્તિઓ કરતાં જુદો પડે છે, કારણ કે, એ દરેકનો જાતઅનુભવ તેમની સમક્ષ એ તથ્ય છતું કરી દે છે કે જગત-પોતાની કાયા સુધ્ધાં–ખરેખર તો સ્વપ્ન જેવો એક આભાસ માત્ર છે. આધુનિક અણુવિજ્ઞાનીનું દર્શન પણ સૈદ્ધાત્ત્વિક સ્તરે કંઈક આવું જ છે. તત્ત્વજ્ઞ મહાપુરુષોનાં કથનમાં સૂર પુરાવતું અર્વાચીન અણુવિજ્ઞાન અર્વાચીન વિજ્ઞાન ભૌતિક જગતનું જે ચિત્ર આજે રજૂ કરે છે તે અને સમષ્ટિ -દષ્ટ જગત વચ્ચે કેટલું બધું સામ્ય છે તે અહીં જોઈએ : શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે આત્મજ્ઞાનમાં મગ્ન મુનિ ૫ગલના સમસ્ત આવિષ્કારને અર્થાત જગતને ઇન્દ્રજાળ જેવું પોકળ જુએ છે – મહેન્દ્રગાનવત્ વેરિ સર્વ વિશ્વમમ્' " કિંતુ, સામાન્યત: આપણે માનીએ/અનુભવીએ છીએ કે આપણા રોજિદા સંપર્કની વસ્તુઓ** “સ્વાનુભૂતિની અભિવ્યક્તિ' એ શીર્ષક હેઠળ આગલા પ્રકરણમાં થયેલ નિરૂપણ આ સંદર્ભમાં જોઈ જવું ઉપયોગી થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy