________________
“જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૬૫
ખુરશી, ટેબલ, ભીંત, મકાન, જમીન વગેરે ઘન અને સ્થિર છે; કે આપણો દેહ હાડ, માંસ, રુધિરનું એક ઘન માળખું છે. આપણને ઘન અને સ્થિર ભાસતી એ બધી ચીજો ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ તો અત્યંત વેગથી ધૂમી રહેલા પરમાણુઓના અસ્થિર પુંજ છે અને, એની નજરે આપણી કાયાનું ખરું ચિત્ર આપણા રોજિંદા અનુભવ કરતાં સાવ જુદું છે. શરીરવિજ્ઞાનીઓ કહે છે કે આપણી કાયાનાં ઘટક તત્ત્વો-હાડકાં, માંસ, લોહી—અસંખ્ય કોશ (cells)નાં બનેલાં છે; અનુમાન એવું છે કે પુખ્ત વયના મનુષ્ય દેહમાં લગભગ ૫૦ ખર્વ કોશ હોય છે, જેમાંથી પાંચ કરોડ કોશ દર સેકંડે નાશ પામે છે અને તેટલા જ નવા બને છે. આટલી ઝડપથી બદલાતા રહેતા એ કોશ અણુ-પરમાણુના બનેલા છે.
અણુની રચનાનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને જણાયું છે કે અણુની નાભિ-nucleus-માં રહેલ પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન ધૂમ્યા કરે છે. પ્રત્યેક અણુ એક નાનકડું સૂર્યમંડળ છે, જેમાં તેની નાભિ અને તેની ફરતે ઘૂમતા ઇલેક્ટ્રોન વચ્ચે–તેમના કદની અપેક્ષાએ–એટલું મોટું અંતર છે જેટલું અંતર આપણી પૃથ્વી અને સૂર્ય વચ્ચે છે. અણની નાભિનું પરીક્ષણસંશોધન કરતાં જણાયું કે તે પણ નક્કર/અભેદ્ય વસ્તુ નથી પણ અનેક નાનાં રજકણ-particles of nuclear matter−ની બનેલી છે. અર્થાત્ અણુની સંરચનામાં શૂન્યાવકાશ જ વધુ છે. આનો ફલિતાર્થ એ થયો કે આપણા રોજિંદા સંપર્કની તમામ વસ્તુઓ-આ પુસ્તક, ખુરશી, જમીન, મકાન અને આપણી કાયા સુધ્ધાંનો ૯૯૯% ભાગ તો ખાલી અવકાશ જ છે! વૈજ્ઞાનિકો કહે છે કે આપણને નક્કર જણાતી એ વસ્તુઓના અણુઓ પણ એકબીજાને અડીને રહેલા છે એવું નથી, પણ પરસ્પરના આકર્ષણ-પ્રભાવ-ક્ષેત્ર (force-field)-ના કારણે તે પોતપોતાને સ્થાને રહે છે. આપણે જ્યારે પુસ્તકને અડીએ છીએ ત્યારે આપણા હાથના અણુઓ અને પુસ્તકના આણુઓ એકબીજાનો ખરેખર સ્પર્શ તો કરતા જ નથી, પણ આપણા હાથના અને પુસ્તકના આશુઓનાં પ્રભાવક્ષેત્રોforce-field-જ પરસ્પરને અસર કરે છે. અર્વાચીન અણુવિજ્ઞાનીઓ એકી અવાજે કહે છે કે,
૫. અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ., શ્લોક ૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org