SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ આત્મજ્ઞાન અને સાધનાપથ "...if our eyes could see the atoms that make up the material world, the solidity of the objects around us would disappear, and we would see clouds of swarming, energetic particles in their place.” અર્થાત્ ‘ભૌતિક જગત જેનું બનેલું છે તે અણુઓ આપણી આંખ વડે આપણે જો જોઈ શકીએ તો, આપણી આસપાસના પદાર્થોની નક્કરતા અલોપ થઈ જાય અને તેની જગ્યાએ આપણને ગતિશીલ રજકણોના ઝુંડના ગોટેગોટા - જ માત્ર નજરે ચડે.' આપણી ઇન્દ્રિયો જે સ્તરેથી જગતનો અનુભવ કરે છે તે સ્તરેથી જ પદાર્થો નક્કર અને એકબીજાથી ભિન્ન ભાસે છે, કિંતુ, એનાથી ઊંચા સ્તરેથી– અણુ, પરમાણુના (atomic and subatomic) સ્તરે તો, દેખીતા નક્કર પદાર્થો ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા જતા કણોની અંદર કણ સ્વરૂપે અને અંતે તો માત્ર શુદ્ધ ઊર્જા સ્વરૂપ જ જણાય છે. આમ, વિજ્ઞાન આજે તે તથ્યને વાચા આપી રહ્યું છે જેની વાત સદીઓ પૂર્વે આત્મજ્ઞ સંતોએ કરેલી છે. વિજ્ઞાનીનું જગતદર્શન, સૈદ્ધાન્તિક સ્તર, આત્મજ્ઞાનીના દર્શન જેવું હોવા છતાં, વિજ્ઞાનીને એનો અનુભવ નથી હોતો અનુભૂતિના સ્તરે તો તે સામાન્ય માનવી જેવો જ રહે છે. તેથી, સ્વાભાવિક રીતે જ, જીવન પ્રત્યેનો એનો અભિગમ પણ બહુધા તેના પાડોશી જેવો જ રહે છે-તે પણ બીજાઓની જેમજ વિકારો, વાસના, આસક્તિ/તૃષ્ણા અને કામ, ક્રોધ, લોભ આદિ આવેગોનો/રિપુઓનો દાસ જ રહે છે. આસક્તિનો આધાર ‘આમ કેમ?’ એ પ્રશ્નનો જવાબ વિપશ્યી સાધકોના અનુભવમાંથી આપણને મળી જાય છે. વિપશ્યના-સાધના શું છે તે આપણે આગળ વિગતે જોઈશું. અહીં, ટૂંકમાં એટલું જાણી લઈએ કે એ એક ધ્યાન-પ્રક્રિયા છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે, કોઈ પ્રચાર-ઝુંબેશ વિના જ, વિશ્વભરમાં ઝડપભેર પ્રચલિત બની રહી છે. જુઓ આ ગ્રંથનું આઠમું પ્રકરણ : ‘અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના. * - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy