________________
૨૦૦ આત્મજ્ઞાન અને સાધનાપથ જીવનના અનુભવો પ્રત્યે સ્વીકાર કે અસ્વીકારનો ભાવ લાવ્યા વિના, વર્તમાન ક્ષણ પ્રત્યે માત્ર સજાગ બનો – ‘એફર્ટલેસ ચૉઇસલેસ અવેરનેસ કેળવો.
વર્તમાન ક્ષણના અનુભવ પ્રત્યે ગમો-અણગમો લાવ્યા વિના, રાગ-દ્વેષ વિના, સજગ અપ્રમત્ત રહેવું – અર્થાત્ “ચિત્તવૃત્તિને વિષયોમાંથી અને સંકલ્પ-વિકલ્પમાંથી પાછી વાળી લઈ સાક્ષીભાવમાં સ્થાપિત કરવી – આ સાર છે જ્ઞાનનો. જુદા જુદા દર્શનના અનુયાયી મુમુક્ષુઓ પ્રારંભિક ભૂમિકાએ, ભલે ભિન્ન ભિન્ન રીતે પરમ તત્વની ઉપાસના કરતા હોય, પણ સૌ પ્રગતિમાન મુમુક્ષુઓ તેમની મુક્તિયાત્રાના અંતિમ તબક્કે શમરૂપ આ એક જ માર્ગના સહપ્રવાસી બની રહે છે.”
જન્મોજન્મથી સંચિત અઢળક કર્મરાશિનો અને દઢ સંસ્કારોનો ઉચ્છેદ એ રીતે જ શકય બને છે. “દોડો જન્મનાં સંચિત કર્મોને સમતા એક ક્ષણમાં ખપાવી દે છે, સૂર્યપ્રકાશ જેમ અંધકારને.”* અગ્નિનો એક તણખો પડતાં જૂના ઘાસની ગંજી ભડભડ સળગી ઊઠીને થોડીક જ ક્ષણોમાં રાખ બને છે તેમ, અનેક જન્મોની સંચિત કર્મરાશિ સમતાયુક્ત અધ્યવસાયનો સંપર્ક થતાં પળવારમાં નિર્જરી જાય છે.'
૩૧. 1. વિક–વિષયોની: વમવન્વની સાં ज्ञानस्य परिपाको य; स शमः परिकीर्तितः ।।
- જ્ઞાનસાર, શમાષ્ટક, લોક ૧.
2. વિત્ર વાપુ તા-તન્ચ માતા, अचित्रा चरमे त्वेषा, शमसाराऽखिलैव हि।
– યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૧૨. ३२. प्रचितान्यपि कर्माणि, जन्मनां कोटिकोटिभिः । __ तमान्सीव प्रभा भानोः, क्षिणोति समता क्षणात्।।
– અધ્યાત્મસાર, સમતાધિકાર, શ્લોક ૨૨. ૩૩. રાગ-દ્વેષ કે ત્યાગ, કર્મશક્તિ જરી જાત.
ન્યું દારુ કે ગંજ કું, નર નહિ શકે ઉઠાય; તનક આગ સંજોગસે, છિન એક મેં ઊડ જાય.
– યોગીશ્વર ચિદાનંદજી, પરમાત્મા છત્રીસી, ગાથા ૩૧-૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org