________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૯
૨૯
રહે એ માટે શાસ્ત્રકારોએ ફોડ પાડીને વાત કરી છે કે “શ્રી જિનવાણીનો પ્રેમ અને આવશ્યકાદિ ક્રિયાનો અનુરાગ સ્વર્ગસુખ અપાવી શકે, મુક્તિ નહિ. મુક્તિ માટે તો મુમુક્ષુએ જ્ઞાનયોગ – જેનાથી ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે સ્વયં ઉદાસીનતા જન્મે છે–નું અવલંબન લેવું રહ્યું. “મુમુક્ષુ જેટલા પ્રમાણમાં પોતાના દેહ, મન વગેરે પર્યાયો સાથે તાદાત્મ્ય ન અનુભવતાં તેમને પોતાના જ્ઞાનના વિષય તરીકે માત્ર જુએ – પોતે અળગો રહી, તનમનમાં થઈ રહેલા પરિવર્તનને એક નિર્લેપ પ્રેક્ષકની જેમ, રાગ-દ્વેષ વિના, દૂરથી માત્ર સાક્ષીભાવે જાયા કરે – તેટલા અંશે તે અહીં જ મુક્તિનો આસ્વાદ પામી શકે.'
9 30
સાક્ષીભાવ ચિત્તશુદ્ધિનું અને કર્મક્ષયનું પણ સબળ સાધન
ચિત્તને નિર્મળ કરવાનો ઉપાય ચીંધતાં સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષો વર્તમાન ક્ષણની ઘટના પ્રત્યે જાગૃત રહી તેને સાક્ષીભાવે નિહાળવાનો અનુરોધ કરે છે. ‘કંઈક મેળવવું છે' કે ‘કંઈક થવું છે' એવી ઇચ્છાઆકાંક્ષાઓથી મુક્ત રહી, વર્તમાન ક્ષણે જે બને તેને કશી આતુરતા કે આસક્તિ વિના નીરખવું – અર્થાત્ જ્ઞાયક-ભાવમાં ઠરવું – એ સુખનો માર્ગ
છે.
આપણા સમકાલીન પ્રબુદ્ધ ઉપદેશકો પણ આ જ વાત ઉચ્ચારે છે. Truth is a pathless land’– ‘મુક્તિનો કોઈ એક નિયત માર્ગ નથી’ ~એમ કહેનાર શ્રી જે. કૃષ્ણમૂર્તિ પણ આ અનુરોધ કરતા રહે છે કે મુક્તિનો આસ્વાદ માણવો હોય તો, અવચેતન મનમાં રહેલી ભૂતકાળની સ્મૃતિઓના આધારે યાંત્રિકપણે ઊઠતી પ્રતિક્રિયાને આધીન ન વર્તતાં,
૨૯. આવશ્યાવિરોળ, વાત્સાવ્માવત્તાં। प्राप्नोति स्वर्गसौख्यानि न याति परमं पदम् ।। ज्ञानयोगस्तपः शुद्ध-मात्मरत्येकलक्षणम् । इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः ।
અધ્યાત્મસાર, યોગાધિકાર, શ્લોક ૪, ૫.
30. द्रष्टुर्हगात्मता मुक्ति - र्दृश्यैकात्म्यं भवभ्रमः । · અધ્યાત્મોપનિષદ, જ્ઞાનયોગ., શ્લોક ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org