________________
૧૯૮) આત્મજ્ઞાન અને સાધનાપથ
સંયોગનો શાંત-સ્વીકાર કરવાના આ અભ્યાસ વડે, રાગ-દ્વેષ કરવાની જૂની આદત ક્રમશ: ક્ષીણ થઈ અંતે સમૂળગી છૂટી જાય છે – નવા કર્મોની ઉત્પનિનું બીજ જ નષ્ટ થાય છે.
૨. ‘શાંત-સ્વીકાર’ના ભાવ સાથે જીવનમાંથી પસાર થતો સાધક
બાહ્ય પરિસ્થિતિનો તટસ્થ દ્રષ્ટા રહે છે એટલું જ નહિ, જાગૃતિ અને સમતા તેની સાધનાના આધારસ્તંભ હોવાથી, પોતાના ચિત્તનો પણ તે સાક્ષી રહે છે – અવચેતન ચિત્ત પ્રત્યે પણ તે સભાન બનતો જાય છે. આથી, ચિત્તગત તૃષગા અને વિકારવાસનાનાં મૂળ તેની સમક્ષ છતાં થઈ જાય છે.
આમ, આ સાધના દ્વારા નવાં કર્મનું બીજ નષ્ટ થાય છે અને જૂનાંની સમૂલ નિર્જરા થતી રહે છે. પ્રત્યેક વિકારના મૂળ સુધી પહોંચીને તેને ઊખેડતી ઊખેડતી આ સાધના આગળ વધે છે એટલે આપણે તેને ક્ષાયિક માર્ગ કહી શકીએ.
સાધક આ માર્ગે પ્રગતિ કરતાં સ્વનો સાક્ષાત્કાર કરી સમ્યગદર્શન પામે તો, એ પછી એ ભૂમિકાએથી કોઈ કાળે એનું પતન થવું સંભવતું નથી. આચાર્ય હરિભદ્રસૂરિજીએ આઠ યોગદષ્ટિઓમાંની પાંચમી સ્થિરાદષ્ટિ અને તેની પછીની ત્રણને ‘અપ્રતિપાતી’– પ્રાપ્ત થયા પછી એનાથી નીચેની ભૂમિકાએ પતન ન થાય તેવી – કહી છે તે આ ક્ષાયિક માર્ગની અપેક્ષાએ ઘટે છે; ઉપશમ માર્ગે આગળ વધેલો સાધક તો યાવત્ અગ્યારમાં ગુણસ્થાને પહોંઆ પછીયે નીચે પટકાઈ જાય છે.
સર્વ કર્મજથી મુક્ત થવા ઇચ્છતા મુમુક્ષુએ, અંતે તો આ ક્ષાયિક માર્ગ જ અપનાવવો પડે છે. આથી, જૈન સાધના-પરંપરાના સાધુ કે શ્રાવક માટેનાં સઘળાંયે વ્રત-નિયમ, કર્મકાંડ, વિધિ-નિષેધનું લક્ષ્ય આત્મજ્ઞાન અર્થે ધાનની પ્રાપ્તિ અને પુષ્ટિ રહ્યું છે. આ બાબત મુમુક્ષુ કશી અવઢવમાં ન
૨૮. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૧૩;
અધ્યાત્મસાર, આત્મનિશયાધિકાર, શ્લોક ૧; ઉપમિતિ, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨ ૬.
(જુઓ પ્રકરણ ૧, પાદનોંધ ૧૪, ૧૭ અને ૧૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org