________________
२६
અહીં પ્રાસંગિક એક સ્પષ્ટતા કરી લઉં કે, પુસ્તકમાં પાદનોંધોમાં મેં પ્રચુર પ્રમાણમાં જે શાસ્ત્રપાઠો ટાંક્યા છે એના પ્રયોજન વિશે પૂર્વે ‘મનની વાત'માં મેં સ્પષ્ટતા કરી છે જ. એ શાસ્ત્રપાઠો દ્વારા કશું સાબિત કરવાનો મારો પ્રયત્ન નથી રહ્યો, પણ આપણા પૂર્વાચાર્યોએ પણ આ વાત કરી છે એટલું સૂચિત કરી, બાહ્ય તપ-ત્યાગ અને ક્રિયાકાંડમાં જ ધર્મજીવનની ઇતિશ્રી માની ન લેતાં, સમત્વ-ધ્યાનકાયોત્સર્ગમય અંતર્મુખ સાધના દ્વારા આત્મદર્શન અને આત્મરમણતાને પોતાની ધર્મસાધનાનું લક્ષ્ય બનાવવાની પ્રેરણા જૈન આરાધક વર્ગને-ગૃહસ્થ તેમજ ત્યાગી ઉભયને મળે એ આશય જ એની પાછળ રહ્યો છે. મારો પ્રયાસ સૈદ્ધાન્તિક રીતે કશું પ્રસ્થાપિત કરી દેવા કરતાં, સાધનામાર્ગનું સ્પષ્ટ ચિત્ર ઉપસાવી, વાચકને એ દિશામાં પ્રસ્થાન કરવાની પ્રેરણા પૂરી પાડવાનો વધુ રહ્યો છે. આથી, નિરૂપણ સૈદ્ધાન્તિક સ્વરૂપનું હોવાની અપેક્ષાએ વ્યવહારુ સ્વરૂપનું સવિશેષ બન્યું છે. એ વાચકના કેવળ બૌદ્ધિક સંતોષનું સાધન બને એ મારું લક્ષ્ય નથી; કિંતુ સાચો સાધનામાર્ગ શો છે એની ખોજ કરતા શ્રેયાર્થીઓને એ દિશામાં આંગળી ચીંધવા પૂરતી, એ માર્ગની મને પ્રાપ્ત ઝાંખી મેં અહીં અક્ષરાંકિત થવા દીધી છે.
મારા બાહ્ય જીવનમાં પણ આ પુસ્તક “મોટો” કહી શકાય એવાં પરિવર્તનોનું નિમિત્ત બન્યું છે. છ-સાત વર્ષ પૂર્વે પુસ્તકનું પ્રથમ પ્રકાશન થયું ત્યારે, તેમાં શ્રી રમણ મહર્ષિની છબી અને તેમને થયેલા સમર્પણથી આંચકો ખાઈ જઈને, મારાં કેટલાંક સ્વજનો અને સાથીઓ માં ફેરવી મારાથી દૂર ખસી ગયાં. એમનો ઉછેર, સંસ્કાર અને આત્મવિકાસની એમની ભૂમિકા એમને જૈન સંપ્રદાયની બહાર મોક્ષમાર્ગની હસ્તી અને આત્મનિષ્ઠ સંતોના અસ્તિત્વનો સ્વીકાર કે તેવી કોઈ સંભાવનાની કલ્પના કરવા દે તેમ નહોતાં. આથી, કૃતજ્ઞતાની સહજ અભિવ્યક્તિરૂપે થયેલા એ સમર્પણને તેઓ સમજી કે સ્વીકારી ન શક્યાં ને હું એમના માટે ‘પરાયો’ બની ગયો.
મારા માટે તો એ ગુપ્ત વરદાનરૂપ જ નીવડયું. આજે પાછો વળીને એ ઘટનાનો હું વિચાર કરું છું ત્યારે મને સમજાય છે કે જાણે ઇશકૃપાએ જ એ આયોજન કરેલું. આ દેહને તેના માટે નિર્માણ થયેલા કાર્યક્ષેત્રમાં મૂકી દેવા માટેનું નિસર્ગનું એ વિધાન હતું એવો સ્પષ્ટ સંકેત ત્યાર પછીની ઘટનાઓ આપતી રહી છે. ગતાનુગતિકતાથી ધર્માનુષ્ઠાનોમાં પ્રવર્તતા, મોક્ષની પ્રાપ્તિ કરતાં જન્મથી મળેલી કુળપરંપરાને સાચવવામાં જીવનની કૃતાર્થતા માનતા અને સ્વ-સંપ્રદાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org