________________
ત્રીજી આવૃત્તિ વેળાએ
“મુનિશ્રીએ આ પુસ્તક પોતાની સત્યખોજની અનિવાર્ય ભીતરી પુકારમાંથી લખ્યું છે. પોતાની એક અત્યંત વ્યક્તિગત આધ્યાત્મિક આવશ્યકતામાંથી તેમણે આ કૃતિ પ્રસ્તુત કરી છે.” મારી એક અન્ય કૃતિ‘વિજ્ઞાન ચૌત અધ્યાત્મ'ની બીજી આવૃત્તિના પુરોવચનમાં, એ પુરોવચનના લેખક અને ભગવાન મહાવીરના ઔપન્યાસિક જીવનચરિત્ર ‘અનુત્તર યોની’ ના સર્જક શ્રી વીરેન્દ્રકુમાર જૈને કરેલું આ વિધાન ‘વિજ્ઞાન અને અધ્યાત્મ' કરતાં ‘આત્મજ્ઞાન અને સાધનાપથ'ને માટે વધુ સાચું છે.
દીક્ષિત જીવન સ્વીકાર્યા બાદ શરૂઆતનાં વર્ષોમાં મારા અંતરમાં મુમુક્ષુજીવન અને સાધનાસંબંધી જે ગડમથલ-મથામણ-ચિંતન ચાલતાં રહેલાં એ વેરિવખેર ચિંતન આ પુસ્તકનું નિમિત્ત પામી સ્પષ્ટ અને વ્યવસ્થિત થયું. એનો પ્રારંભ ‘જ્ઞાન અને સ્વાનુભૂતિ' લેખથી થયો અને, પછીથી એ લેખ ક્રમેક્રમે આ પુસ્તકરૂપે વિકસતો ગયો. ને જયારે એની હસ્તપ્રત પ્રકાશન માટે મોકલવાની હું તૈયારી કરતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે, વાચકોને તેનું વાંચન ટુકડે ટુકડે કરવું સુગમ રહે એ રીતે, એના વિભાગ પાડવા જોઈએ. ને ત્યાં જ – ભદ્રેશ્વર તીર્થના એ ઉપાશ્રયમાં – બેસીને એ સળંગ લેખને પ્રકરણોમાં વહેંચી નાખવા હું બેઠો. પ્રકરણ પાડીને મેં એ પ્રકરણોનાં મથાળાં આપ્યાં ત્યારે મને પોતાને પણ વિસ્મય થયું કે હું આટલું વ્યવસ્થિત લખી શક્યો છું! આમ, આ પુસ્તકમાં મારી આંતરિક ગડમથલનું, ખોજનું અને સ્વલ્પ સાધનાની અલપ-ઝલપ અનુભૂતિનું પ્રતિબિંબ છે.
681
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org