SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २४ આમ, આ ગ્રંથના બીજભૂત ‘જ્ઞાન અને સ્વાનુભૂતિ' લેખની પ્રેરણાથી માંડી, આ પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવા અને પુસ્તકના શુદ્ધ-સુઘડ મુદ્રણ અને પ્રકાશન સુધીમાં નામી-અનામી અનેક સાથીઓના સહયોગ અને સહાનુભૂતિના સહારે જ મારા આ વિચારો સુબદ્ધ થઈ, સુરેખ પુસ્તકરૂપે આજે જિજ્ઞાસુઓ સુધી પહોંચે છે. એ સૌ સહાયકોનો અહીં વ્યક્તિગત આભાર માનવાનું મન થાય એ સહજ છે; પણ એ બધા સાથે મારે જે આત્મીય સંબંધ છે એ જોતાં આવી ઔપચારિકતા અનાવશ્યક અને વખતે અનુચિત પણ લાગે એટલે ચૂપ થઈ જવું પડે છે. આ પુસ્તક ત્રણેક વર્ષ પૂર્વે પ્રકાશિત કરવા મેં વિચારેલું, પણ કેટલાંક કારણોસર તેમાં વિલંબ થતો રહ્યો, અને નિસર્ગના કોઈ ગૂઢ સંકેતથી યોગાનુયોગ વીરનિર્વાણના પચીસસોમા વર્ષમાં એ પ્રકાશિત થઈ રહ્યું છે એ મારે મન પ્રસન્નતાનો વિષય છે— એટલા માટે કે, આજના અવસરે સાધના અંગે કંઈક જરૂરી માર્ગદર્શન માટેની થોડાક જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ અને આરાધકોની આકાંક્ષા કદાચ આનાથી સંતોષાશે. નિયતિના અકળ વિધાનની એંધાણી સમી કેટલીક અન્ય ઘટનાઓ પણ આ પુસ્તકના લેખન-પ્રકાશનકાર્ય દરમ્યાન બનતી રહી છે. નિયતિના એ અકળઅટલ નિર્માણ પ્રત્યેની સભાનતાના કારણે આજે મારું અંતર પડઘો પાડી રહ્યું છે કે – સમય આવ્યે બન્યું જાયે, અનામી – અવિનાશ છે ન્યારો; ‘કર્યું મેં” ‘હું કરું” શાને, વૃથા અભિમાન ગોઝારો ? ભક્તશિરોમણિ નરસિંહ મહેતાએ તો અનુભૂતિના રણકા સાથે ગાયું જ છે કે હું કરું” “હું કરું” એહ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિમંડાણ છે સર્વણી પરે, જોગી-જોગેશ્વરા કો'ક જાણે. તો, આપણે નાહક ‘ગાડા હેઠળના કૂતરા' કાં થઈએ ? ૭ સપ્ટેમ્બર, ૧૯૭૪ તપગચ્છ જૈન ઉપાશ્રય ભૂજ (કચ્છ) Jain Education International For Private & Personal Use Only — અમરેન્દ્રવિજય www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy