________________
થતી રહેલી માગણી સૂચવે છે કે આપણી આજની આરાધનાની ખૂટતી કડી પ્રત્યે આજે સંઘમાં ઘણી વ્યક્તિઓ સભાન બની રહી છે અને એ ઊણપની પૂર્તિ એ વર્ગ ઝંખી રહ્યો છે. જૈન શાસનના ઉદ્યોતની પળ હવે નિકટ આવી પહોંચી છે એનું, આ જાગૃતિ મંગળ એધાણ લખી શકાય.
લેખની નકલો માટેની માગ ચાલુ રહી છે એ હકીકત જયારે શ્રી. રતિભાઈના જાણવામાં આવી ત્યારે, એ લેખ પુસ્તિકરૂપે પ્રકાશિત થાય તો એના છાપકામ અંગેનું સઘળું કામ ઉપાડી લેવાની સ્વેચ્છા એમણે દર્શાવી. લેખમાં પાદનોંધો પ્રચુર પ્રમાણમાં છે, અને તેય મોટાભાગે સંસ્કૃત ભાષામાં, તેથી, એનાં પૂફ જોવાં વગેરે કામ ઘણી કાળજી અને સમય માગી લે તેવું હોવા છતાં, શ્રી રતિભાઈ એ બધું કામ હોંશપૂર્વક ઉપાડી લેવા તત્પર થયા તે એમની આ પ્રકારના સાહિત્ય પ્રત્યેની અભિરુચિ અને મમત્વ બતાવે છે. મુદ્રણ-પ્રકાશનની બધી ગોઠવણ કરી દેવાની એમની તત્પરતાએ, એ લેખને પરિવધિત કરી સુરેખ પુસ્તિકરૂપે પ્રકાશિત કરવા મને ઉત્સાહિત કર્યો. પુસ્તિકાની હસ્તપ્રત તૈયાર થતાં, મેં તે શ્રી રતિભાઈને પ્રકાશનાર્થે મોકલી આપી. કિંતુ, તે વખતે એ પુસ્તિકા પ્રકાશિત ન થઈ શકી.
પુસ્તિકાનું પ્રકાશન ઠેલાતું રહ્યું. એટલે, જીવંત ઝાડના થડ ઉપર કોરેલા અક્ષરોની જેમ, દિવસોના વહેવા સાથે હસ્તપ્રતનું કદ વધતું રહ્યું.
એમ કરતાં, સંવત ૨૦૨૦ના ઉનાળામાં અમે ભદ્રેશ્વર હતા ત્યારે અંતર્મુખ સાધના પ્રત્યે અભિરુચિ ધરાવતા એક વાનપ્રસ્થ’–છગનભાઈ મારા પરિચયમાં આવ્યા. મૂળ એ ભૂજના વતની, પણ હાલ રાજકોટ વસે. ભદ્રેશ્વરનું એમનું રોકાણ પૂરું થતાં, રાજકોટથી એમના ચિરંજીવી શ્રી જયંતકુમાર – રાજકોટની ટાઇપિંગ શીખવતી ‘શાહ ઇન્સ્ટિટયૂટ ઑફ કોમર્સના સંચાલક – પિતાને લેવા માટે ભદ્રેશ્વર આવેલા. પુસ્તક વિશે એમને જાણ થતાં તેની આખી હસ્તપ્રત ટાઈપ કરી આપવાની એમણે તત્પરતા બતાવી. ટાઈપ થયેલી એ આખીયે હસ્તપ્રત પોતાની નાદુરસ્ત તબિયત છતાં, અથથી ઇતિ સુધી વાંચી જઈ, પુસ્તક આધુનિકો તેમજ પ્રાચીનો–બુદ્ધિવાદીઓ તેમજ શ્રદ્ધાળુઓ-સૌને એકસરખું આદય રહે એ દષ્ટિએ કેટલાંક સૂચનો આપીને, પરમ પૂજ્ય પ્રશમમૂર્તિ પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યે પોતાનાં દીર્ઘચિંતન અને પ્રૌઢ અનુભવનો પ્રસાદ મને આપ્યો. એના સંદર્ભમાં, ટાઈપ થયેલી હસ્તપ્રતમાં માંડવીના અમારા ચાતુર્માસ દરમ્યાન થયેલા સુધારા-વધારા હોંશભેર ટાઈપ કરી આપ્યા શ્રીમતી ભાનુબહેન પારેખે અને, તેને વ્યવસ્થિત ગોઠવવાના કાર્યમાં સહાયક રહ્યા મુમુક્ષુ ઈશ્વરભાઈ કાપડીઆ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org