________________
મુદા હું ટાંકતો ગયો. દસ-પંદર પાનાં ઉપર એ ટાંચણ પથરાઈ ગયું. બે-ચાર દિવસ-બાદ વળી એક સાંજે આવું બન્યું. એ બધું ટાંચણ પુન: સારા અક્ષર વ્યવસ્થિત કરીને, મારા એક શ્રદ્ધેય વડીલને મેં જોવા મોકલ્યું. એ જોઈને તેમણે અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી. આથી ઉત્સાહિત થઈ, એ વિચારોને વાચા આપવા મેં વિચાર્યું, જેથી સમસ્ત સંઘ એમાં સહભાગી બની શકે. એ વખતે (૧૯૬૧'૬૨માં) “ધર્મચક્ર' માસિકમાં મારા થોડા લેખો પ્રસિદ્ધ થયેલા તેના અનુસંધાનમાં બે-ત્રણ લેખ આપવા વિચારેલું. પણ પછી તો, તેમાં મારો એકાદ લેખ પ્રસિદ્ધ થયો ને “ધર્મચક્ર બંધ થયું અને મારું એ ટાંચણ એમ જ પડ્યું રહ્યું.
એ પછી, એ વિચારો સૌપ્રથમ એક લેખરૂપે સુબદ્ધ થયા “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ' માટે લેખની શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની ઉઘરાણીથી. જાન્યુઆરી ૧૯૬૭ની આ વાત છે. તે વખતે અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં એકાદ મહિના માટે અમારો મુકામ હતો. આ પહેલાં મારે એમની સાથે કશી ઓળખાણ નહોતી. પરંતુ મારો એક પત્ર એમના જોવામાં આવ્યો, જેની વિગતે તેમને મારી પાસેથી લેખની માગણી કરવા પ્રેર્યા. મારા એક સમવયસ્ક મુનિવર–પૂજ્ય મુનિરાજ શ્રી પુંડરીકવિજયજી મહારાજને લખાયેલા એ પત્રમાં, મારા મનમાં ઘોળાયા કરતી, કેટલીક વાતને આત્મીયભાવે મેં વાચા આપેલી. એ પત્ર–કે એની નકલ-મુનિ શ્રી કીર્તિચંદ્રવિજયજીને કયાંકથી પ્રાપ્ત થયેલ. એમણે એ શ્રી રતિભાઈને વંચાવ્યો, ને લેખ માટે એમની માગણી આવી. પણ લેખ તૈયાર કરવો એ કંઈ મારે માટે સહેલું કામ નહોતું. જેને ફાવટ આવી ગઈ છે તેને સરળ છે, પણ યોગ્ય શબ્દો આવે તેને માટે જેને વારેઘડીએ રાહ જોઈને બેસવું પડતું હોય એવા મારા માટે એ મોટું કામ હતું. કિંતુ રતિભાઈનો આગ્રહ રહ્યો કે કંઈ નહિ તો છેવટે એ પત્રને જ મારે જરા સરખો કરી આપી લેખરૂપે છાપવાની અનુમતિ આપવી. મુનિ શ્રી કીતિચંદ્રવિજયજી પણ એમના એ આગ્રહમાં સામેલ થયા. અંતે, પેલી નોંધ ઉપરથી એક લેખ તૈયાર કરી આપવા હું સંમત થયો. આમ, અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં જ્ઞાન અને સ્વાનુભૂતિ' શીર્ષક એક લેખ તૈયાર થયો.
એ પછી એક વર્ષે (ફેબ્રુઆરી, ૧૯૬૮માં) “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ' ભાગ બીજામાં એ લેખ પ્રકાશિત થયો. એ ગ્રંથમાં લેખ પ્રકાશિત થયો ત્યારે એને મળેલો આવકાર અને ત્યાર પછી એની નકલો માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org