________________
ઉત્કર્ષમાં જ રસ ધરાવતા જનસમૂહના ઘેરામાંથી મને દૂર લઈ જઈ, મારો જીવનપથ સરળ કરી આપવા તેમજ શ્રેયની શોધમાં રહેલા જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ અને સાધનામાં નિષ્ઠાવાળા સાચા આરાધક આત્માઓને મારો સંપર્ક સુલભ બનાવવા નિયતિના નિર્માણે જ જાણે મારા હાથે એ સમર્પણ કરાવ્યું હતું.
આ પુસ્તકના લેખકના નાતે હું આજે એ વાતની નોંધ લેતાં પ્રસન્નતા અનુભવું છું કે પોતાના જીવનને શ્રેયની સાધનામાં યોજીને જીવન કૃતાર્થ કરવાની અભીપ્સાવાળા શ્રેયાર્થીઓ, મુમુક્ષુઓ અને ખોજી આત્માઓએ-seekers-આ પુસ્તકને એકી અવાજે અભિનંદયું છે. મારા માટે વધુ સંતોષપ્રદ બીના તો એ છે કે મૂળમાં આ પુસ્તક વર્તમાન જૈનસંઘને નજર સમક્ષ રાખીને લખાયું હોવા છતાં, શાંતિ અને શ્રેયની શોધમાં રહેલા જૈન-અજૈન અનેકાનેક વાચકોએ પોતાને તેમાંથી નવી દષ્ટિ, બળ અને પ્રેરણા પ્રાપ્ત થયાં હોવાની જાણ મને ઉત્સાહ અને ઉમંગભેર, અહોભાવમિશ્રિત ઉમળકાભર્યા શબ્દોમાં–પત્રો દ્વારા તેમજ રૂબરૂ આવીને-કરી છે.
પુસ્તક વાંચીને મારી પાસે દોડી આવતા જ્ઞાનપિપાસુ જિજ્ઞાસુઓ, સાધકો અને મુમુક્ષુઓ સાથેની વાતચીત ઉપરથી મેં નોંધ્યું છે કે તેમાંના કેટલાકે પુસ્તક કોઈની પાસેથી ઉછીનું લઈને કે લાયબ્રેરીમાંથી મેળવીને વાંચ્યું હોય છે, ને જેમની પાસે તેની પોતાની માલિકીની નકલ હોય છે તેમાંના પણ ઘણાએ તો, તેનું એક ઝડપી વાંચન જ કર્યું હોય છે. એમણે પુસ્તક નિરાંતે મનનપૂર્વક વાંચ્યું હોત તો મને એમણે પૂછેલા ઘણાબધા પ્રશ્નોના ઉત્તર એ પુસ્તકમાંથી જ એમને મળી રહ્યા હોત. આવા પુસ્તકનું પ્રથમ વાંચન આતુરતાથી ભલે ઝડપભેર થાય, પણ પછી ફરી તેને ચાવીચાવીને વાંચવું જોઈએ; તો જ તેનો પૂરો લાભ મળી શકે. આ સંદર્ભમાં, તાજેતરમાં જ શ્રી મોહમ્મદ માંકડનો એક લેખ મારા વાંચવામાં આવેલો તે આ પુસ્તકના વાચકોને દિશાસૂચક બની રહે તેવો હોવાથી તેનો કેટલોક અંશ તથા,વાંચન વધુ ફળપ્રદ કેમ બને તે અંગેનાં ડેલ કાર્નેગીનાં બહુમૂલ્ય સૂચનો આ પુસ્તકમાં અન્યત્ર ઉદ્ધત કર્યા છે. સ્વાધ્યાયશીલ વાચકોને કિંમતી પથદર્શન તેમાંથી સાંપડશે. બંને લેખકોનો એ માટે હું ઋણી છું.
ડેલ કાર્નેગીએ સૂચવ્યું છે તેમ, થોડા સમયના અંતરે આંતરે પુસ્તકનું પુનરાવર્તન સાધકને નવી પ્રેરણા અને આત્મજાગૃતિ આપશે. સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા અને ઉત્સાહ પ્રાપ્ત કરવા તેમજ તેમાં શિથિલતા આવતી રોકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org