________________
મુમુક્ષુઓને તેના આઠમા પ્રકરણનું, મોહનું ધૂમ્મસ હટાવીને આત્મજાગૃતિ લાવવા અને ટકાવી રાખવા પાંચમા* અને સાતમા* પ્રકરણનું, સાધનાયાત્રા દરમ્યાન પ્રાપ્ત થતા વિવિધ અતીન્દ્રિય અનુભવો, અપાર્થિવ આભાસો અને અસામાન્ય શક્તિઓની ઉપલબ્ધિ પ્રસંગે નવમા* પ્રકરણનું અને, સાધનામાં પોતાની મંદ પ્રગતિથી મનને ઘેરી વળતી નિરાશાને ખંખેરી નાખી સાધનાના તંતુને વળગી રહેવાની પ્રેરણા મેળવવા દશમા* પ્રકરણનું પરિશીલન સવિશેષ ઉપયોગી નીવડશે.
આજે હું જયારે આ પુસ્તકના સર્જન પહેલાંની મારી મૂંઝવણ, મનોવ્યથા અને બાહ્ય પરિસ્થિતિની તથા તેના સર્જનકાળની ઘટનાઓની સ્મૃતિ ઢંઢોળું છું ત્યારે, “મનની વાત'માં પૂર્વે મેં નોંધ્યું છે તેમ, નિયતિના અકળ અટલ વિધાનની ઝાંખી વધુ સુદઢપણે મારા ચિત્ત સમક્ષ ઉપસી આવે છે. ચાવી આપેલા રમકડાની જેમ આપણી સમગ્ર પ્રવૃત્તિ કોઈક અદષ્ટ સંચાલનના ઇશારે થતી રહે છેતદનુસાર આપણા જીવનના ઘટનાપ્રવાહો અકબ્દ વળાંકો લે છે ને તે તે પરિસ્થિતિમાં પૂર્વ સંસ્કારવશ સ્વાભાવિક જ આપણે અમુક રીતે વર્તીએ છીએ અને, આપણા માટે નિયત થયેલા કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત થઈએ છીએ. તે સમયે એ બધું આપણી પસંદગી, આવડત અને પુરુષાર્થના લીધે બની રહ્યું છે એવો ભાસ જરૂર થાય છે, પણ હકીકતમાં એ ઘટનાક્રમની પાછળ આપણા પુરુષાર્થ અને આવડત ઉપરાંત અનેક પરિબળો કામ કરતાં હોય છે. તે તે સમયની આપણી આંતર-બાહ્ય સમગ્ર પરિસ્થિતિ જ આપણી એ પ્રવૃત્તિનું પ્રેરક તત્ત્વ હોય છે, ને આપણે તો માત્ર એના એક કરણ-instrument— જ હોઈએ છીએ. આ તથ્ય સમજી-રવીકારીને, કર્તા-ભોક્તા ન બનતાં, આપણા કર્મકૃત વ્યક્તિત્વના કેવળ સાક્ષી રહી, આપણે શુદ્ધ જ્ઞાયકભાવમાં ઠરીઠામ બેસી જઈએ છીએ ત્યારે મુક્તિસુખની લહેરખી અનુભવાય છે.
કર્તુત્વ-ભોકતૃત્વરહિત શુદ્ધ સાક્ષીભાવની એ અલપઝલપ અનુભૂતિને સ્થાયી કરવા સાધકે કેટલોક સમય અન્ય વિક્ષેપોથી દૂર ખસી સ્વમાં ડૂબકી લગાવવી પડે છે. આજે ‘સહજ યોગ'ની ઘણી વાતો થાય છે. કેટલાંક યોગવર્તુળો એવી મીઠી ભ્રમણાઓમાં રાચતાં જોવા મળે છે કે “સાધના, ધ્યાન આદિ કશું જ કરવાની જરૂર નથી; જીવનમાં આપણે ભાગે આવી પડેલી પ્રવૃત્તિ, દ્રષ્ટા રહીને, નિષ્કામભાવે કરતા રહીએ એ પૂરતું છે.' આપણા કર્મકૃત વ્યક્તિત્વ સાથે જરાય ભળ્યા * આની પછીના (ચતુર્થ) સંસ્કારણમાં ચોથું પ્રકરણ નવું ઉમેરાયું હોવાથી, હવે, આ
પ્રકરણ-નંબરોમાં એક ઉમેરીને પ્રકરણ-નંબર ગણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org