________________
વિના, લેશ પણ કર્તુત્વ-ભોક્તત્વરહિત, આપણે કેવળ જ્ઞાતા બનીએ છીએ ત્યારે તે જ ક્ષણે મુક્તિનો આસ્વાદ પામી શકાય છે એ સાચું; કિંતુ શ્રેયાર્થીએ એ પણ સમજી લેવું જોઈએ કે શુદ્ધ સાક્ષીભાવ રેઢો નથી પડ્યો. એની ઉપલબ્ધિ બહુધા દીર્ઘ-કાળના નિષ્ઠાભર્યા સાધનાના પુરુષાર્થની અપેક્ષા રાખે છે અને, એની ખરેખર પ્રાપ્તિ થાય છે ત્યારે પણ પ્રારંભમાં તો એવી ક્ષણો વિરલ જ રહે છે. એનું સાતત્ય રહેતું નથી. પૂર્વસંસ્કારપ્રેરિત આપણું મહત્ત્વાકાંક્ષી ચિત્ત તરત વચ્ચે કૂદી પડીને લાભ-નુકસાનનાં લેખાં માંડે છે, ને આપણે પુન: કર્તા-ભોક્તાભાવમાં સરકી જઈએ છીએ.
સહજ સ્થિતિ એ અંતિમ લક્ષ્ય છે. એની વાત આગળ કરીને સાધક નિષ્ક્રિય ન બની શકે. ભગવાન મહાવીર કે રમણ મહર્ષિ જેવા સહજ યોગમાં સ્થિત મહામાનવોનાં જીવનવૃત્તાંતોમાં પણ આ તબ ઉપસી આવે છે. શ્રી રમણ મહર્ષિને મૃત્યુના અનુભવ દ્વારા અચાનક જ્ઞાન લાધ્યું તે પછી, અરુણાચલના એમના વસવાટનાં પ્રારંભિક થોડાં વર્ષો તો, જગત પ્રત્યે પીઠ વાળીને, તેઓ તદ્દન મૌન રહ્યા હતા, અને તેમાંયે શરૂઆતના થોડા મહિના તો પોતાની કાયા પ્રત્યે પણ સાવ ઉદાસીન રહી, સ્વમાં ડૂબકી લગાવી, તેઓ સમાધિમાં લીન રહ્યા છે; જ્ઞાન લાવ્યા પછી સહજ સ્થિતિની પ્રાપ્તિ એમને તરત જ નથી થઈ. એ જ રીતે, સાધનાપંથે ચડયા પછીના સત્તાવીશમા ભવે, મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે જન્મેલા પ્રભુ મહાવીરે, એ અંતિમ ભાવમાં પણ ઘરબાર ત્યજી, જનસંપર્કથી દૂર રહી, સ્વદેહ પ્રત્યે પણ ઉદાસીન રહી, મૌનપૂર્વક આત્મચિંતનધ્યાન-કાયોત્સર્ગ આદિ અંતરંગ સાધનામાં સાડા બાર વર્ષ ખોવાઈ જઈ, જીવન્મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરી છે.
કર્તા-ભોક્તાપણાનો અધ્યાસ સમૂલ નષ્ટ ન થાય ત્યાં સુધી મુમુક્ષુએ સ્વમાં જાગતા રહેવા સદા મથવું પડે છે. એ વાત ખરી કે,
હાદ્રિ 7 ર્થિ , આત્મા દ્વા નિર્દે હૈ यह ज्ञान सम्यक् होय जब, होता न फिर विक्षेप है। मन इन्द्रियाँ करती रहें, अपना न कुछ भी स्वार्थ है;
जो आ गया सो कर लिया, यह ही परम पुरुषार्थ है।" કિંતુ એની સાથે આ પણ એટલી જ સાચી વાત છે કે,
"कर्तापने भोक्तापने का, जब तलक अध्यास है; तब तक समाधि के लिए, करना पडे अभ्यास है। कर्तापना भोक्तापना, अध्यास जब मिट जाय है; कर्तव्य सब छुट जाय है, निज आत्म में डट जाय है।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org