________________
તો, એ સમજાય તેવી વાત છે કે પ્રકૃતિગત અનેક નબળાઈઓ, ક્ષતિઓ અને ત્રુટિઓથી ઘેરાયેલો મારા જેવો એક અદનો સાધક બધો જ સમય લોકસંપર્કમાં આપે લોકસંપર્ક માટે ઉપલભ્ય-available રહે એવી અપેક્ષા ન રાખી શકાય. માટે, દર્શનાર્થીઓ અને સત્સંગેચ્છુ મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓ આ પુસ્તકના છેલ્લા પાને આપેલી સૂચના લક્ષમાં લઈ, તારીખ બાર પછી જ મારી પાસે આવવાનું રાખે.
३०
છેલ્લાં બે-અઢી વર્ષથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ અપ્રાય બની ચૂકી હતી. એના પુનર્મુદ્રણની જિજ્ઞાસુ વાચકો કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા હતા. પણ કોઈ ને કોઈ કારણે એના પ્રકાશનમાં ઢીલ થતી રહી. આનું એક શુભ પરિણામ એ આવ્યું છે કે આતુર વાચકોને મારાં પુસ્તકોની આ રીતે લાંબો સમય પ્રતીક્ષા કરવી ન પડે અને તે ઓછી કિંમતે સુલભ બને એ ભાવનાથી પ્રેરાઈને, કેટલાક કૃતજ્ઞ વાચકોએ મારી કૃતિઓનું પ્રકાશનકાર્ય હાથ ધરવા સ્વયં તત્પરતા દર્શાવી છે. જે સાહિત્ય પોતાને લાભદાયી જણાયું તે સૌ કોઈને સુલભ બનાવવાના મંગળ આશયથી હાથ ધરાનારી એ પ્રકાશન-પ્રવૃત્તિના પરિણામે, આશા ભવિષ્યમાં, આ અને મારાં અન્ય પુસ્તકો, ગૂર્જરની જેમજ, શુદ્ધ, સ્વચ્છ, સુઘડ મુદ્રણ અને મનોહર સાજ-સજ્જાની સાથોસાથ ઓછી કિંમતે−‘ન નફો, ન નુકસાન'ના ધોરણે−જિજ્ઞાસુ વાચકોને ઉપલભ્ય બનશે.
કે,
૧૯ એપ્રિલ, ૧૯૮૧ ૧, યોગીરાજ પાર્ક તીથલ રોડ કૉસ લેન, વલસાડ, દ. ગુજરાત.
Jain Education International
For Private & Personal Use Only
અમરેન્દ્રવિજય
www.jainelibrary.org