________________
1
'योगः कर्मसु कौशलम् !
આ પુસ્તક ચારેક વર્ષ પૂર્વે અપ્રાપ્ય બન્યું હતું. એ દરમ્યાન એની માગ ચાલુ રહી. પરંતુ મારી પાસે આવતા રહેતા જિજ્ઞાસુઓના પ્રશ્નો અને તેમની સાથેની વાતચીત પરથી મને ખ્યાલ આવેલો કે કેટલાક મુદ્દાઓ અંગે થોડી વધુ સ્પષ્ટતા કરવી આવશ્યક છે; એટલે પુનર્મુદ્રણ ન કરતાં, જરૂરી સુધારા-વધારા કરીને નવી આવૃત્તિ બહાર પાડવા મેં વિચારેલું. એ કામ તુરત હાથ ધરી ન શકાયું ને વિલંબ થતો રહ્યો.
પુસ્તકની પ્રતીક્ષા કરી રહેલ જિજ્ઞાસુઓને આ રીતે વધુ સમય તે અપ્રાપ્ય ન રહે તે માટે, તેનું પુનર્મુદ્રણ કરી દેવાનો આગ્રહ રાખી, તેનું પ્રકાશન કરવા દેવાની શ્રી સુશીલ ઝવેરીએ મારી પાસે અનુમતિ માગી. મેં એમને સંમતિ આપી અને, કેટલુંક સંમાર્જન કરી લઈ, થોડા વખત પછી પ્રેસકોંપી આપવાનું જણાવ્યું. છાપકામ સારું થાય એ દૃષ્ટિએ જુદા જુદા પ્રેસોનો સંપર્ક કરી, યોગ્ય પ્રેસ સાથે ગોઠવણ કરવાની જવાબદારી શ્રી જમનાદાસ ગાંધીએ ઉપાડી લીધી. પ્રેસની પસંદગી કરી તેઓ પ્રેસકૉપી લેવા મારી પાસે આવ્યા તે જ વખતે, યોગાનુયોગ, શ્રી રતિલાલ સાવલા પણ વંદનાર્થે આવ્યા હતા. તેમણે પુસ્તકનું મુદ્રણ-પ્રકાશન કરવાની પોતાની ભાવના દર્શાવી. પૂર્વે, ‘મુમુક્ષુઓ અને વિપશ્યના'નું પ્રકાશન એમણે કર્યું છે; તેમજ તેમનું પોતાનું પ્રેસ હોવાથી એ લાઈનનો એમનો બહોળો અનુભવ અને એમની ભાવના જોઈ પુસ્તકની પ્રેસકૉપી મેં એમને સોંપી.
ફોટોટાઇપસેટ કરવા પ્રેસકૉપી એમણે મુંબઈમાં કોઈને આપી ને કામ આગળ વધ્યું. લગભગ પોણાભાગનું મૅટર ટાઈપસેટ થઈ ગયું. પરંતુ ટાઇપસેટિંગમાં એક નાનકડી ક્ષિત રહેતી હતી, જે પ્રૂફરીડિંગ વખતે સૂચના આપવા છતાં, સુધરતી નહોતી – ‘હાઇફન’ અને ‘ડૅશ’ વચ્ચેનો ભેદ સચવાતો નહોતો. આથી, ‘ક્વોલિટી પ્રિન્ટીંગ’ના આગ્રહી શ્રી રતિલાલભાઈએ નવનીત પ્રકાશનવાળા શ્રી ડુંગરશીભાઈ ગાલા દ્વારા ‘અનામિકા'નો સંપર્ક કરી ટાઇપસેટિંગનું કામ આખું નવસેરથી તેમને સોંપ્યું.
પુસ્તક ત્રણ લિપિમાં, પાદનોંધો સાથે અને, જુદા જુદા ટાઇપફેસમાં ટાઇપસેટ કરવાનું હોવા છતાં, ‘અનામિકા’એ એ જટિલ કામ પણ કેવી કુશળતાપૂર્વક પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org