SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પાડ્યું છે એનો પુરાવો તમારા હાથમાં છે. અનામિકા'નું સૂત્ર છે : Quality in typesetting is never an accident. It is always the result of firm intention, sincere effort, intelligent direction and skilful execution. આ સૂત્ર અહીં ચરિતાર્થ થયું છે. પુસ્તકનું મુદ્રણ ઉત્કૃષ્ટ કોટિનું કરવાનો શ્રી રતિલાલભાઈનો દઢ નિર્ધાર, ટાઇપસેટિંગમાં “અનામિકા'એ કરેલી નિષ્ઠાપૂર્વકની મહેનત અને પ્રફરીડિંગમાં અપાતા માર્ગદર્શનનો ખંત અને કુશળતાપૂર્ણ અમલ આમાં પ્રતિબિંબિત થયાં છે. ગીતાકાર કહે છે : “યોn: ફર્મનું કૌશન' અનામિકા'ની આ યોગનિષ્ઠા એમના કામમાં છતી થાય છે. ઋણસ્વીકાર : પુસ્તકના મુખપૃષ્ઠનું શ્રી રમણ મહર્ષિનું off-focus ચિત્ર અનામી રહેવા ઇચ્છતા એક કલાકારે તૈયાર કરી આપ્યું છે. અંદરના રંગીન ફોટાની પ્રિન્ટ “ડિવાઇન આઈ' (પશ્ચિમ મલાડ) વાળા પ્રકાશભાઈનો કસબ છે. ટાઇટલના અક્ષરો પૂર્વવત્ – શાંતિ સાવલાએ તૈયાર કરેલ આગલી આવૃત્તિના મુખપૃષ્ઠ પ્રમાણે – રહેવા દીધા છે. પૂર્વાર્ધ’ અને ‘ઉત્તરાર્ધ'ના પૃષ્ઠના અક્ષરો શ્રી લાલ રાંભિયાની કૃતિ છે. પ્રકરણોના અંતે આપેલાં ઉડતા પંખીનાં ચિત્રો Handbook to Higher Consciousness by Ken Keynes, Jr. (Copyright 1975 by Living Love Centre) પુસ્તકમાંથી પુનર્મુદ્રિત કર્યા છે. મુનિશ્રી ભુવનચંદ્રજી હાલ કચ્છમાં વિચરી રહ્યા છે છતાં, ત્યાંથી તેઓ પૂફરીડિંગમાં સહાયક રહ્યા છે. આ સંસ્કરણમાંનું ચોથું પ્રકરણ નવું ઉમેર્યું છે; અને, જિજ્ઞાસુઓના પ્રશ્નોને લક્ષમાં રાખી અન્ય પ્રકરણોમાં પણ વચ્ચે વચ્ચે ઠીક ઠીક વિસ્તાર કર્યો છે. આથી પુસ્તકનું કદ વધ્યું છે– પ્રથમ આવૃત્તિ કરતાં લગભગ બેવડું થયું છે. આશા છે કે એથી પુસ્તકની ઉપયોગિતાયે વધશે. પુસ્તકના પ્રકાશનમાં અકથ્ય વિલંબ થયો છે. એનો ખરખરો કરવા ન બેસતાં મને, રતિલાલભાઈને અને પુસ્તક બહાર પડે તેની આતુરતાપૂર્વક રાહ જોતા બેઠેલા વાચકોને “સમસ્વં યોગ ઉતે' નો પાઠ ઘૂંટાવવાની પ્રકૃતિની એ કોઈ ગૂઢ યોજના હશે એમ વિચારી, સમય આવ્યે બન્યું જાયે, અનામી-અવિનાશ છે ત્યારો; કર્યું મેં હું કરું શાને, વૃથા અભિમાન ગોઝારો? એ સભાનતા સાથે વિદાય લઉં. - અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy