________________
પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ/૯૧
પ્રત્યે ઉદાસીન રહી તે પોતાનાં સમય-શક્તિ આત્મસાધનામાં કેન્દ્રિત કરવા પ્રયત્નશીલ રહે છે.
અહીં એને તત્ત્વ સમજાઈ ગયું હોવાથી દષ્ટિરાગ અર્થાત્ ગુણ-દોષ જોયા વિના પોતાના મત-પંથ-નિદિષ્ટ સિદ્ધાંત કે અનુષ્ઠાન પ્રત્યે આંધળું મમત્વ રહેતું નથી. આથી, તે એ જાઈ શકે છે/સમજી-સ્વીકારી શકે છે કે વિભિન્ન મત-પંથના સત્પુરુષોના ઉપદેશની પરિભાષા ભલે જુદી હોય પણ એ બધાનો ધ્વનિ એક જ છે અને પ્રારંભિક કક્ષાએ સાધનાનું બાહ્ય સ્વરૂપ/કર્મકાંડના બાહ્ય આકાર-પ્રકાર દરેક સંપ્રદાયના જુદા જુદા હોવા છતાં, અંતે, બાહ્યભાવથી ઉપરત બની અપ્રમત્તપણે પોતાની ચિત્તવૃત્તિઓનું શોધન/તટસ્થ અવલોકન અને પરમતત્ત્વનું અનુસંધાન કરવા સ્વરૂપ સાધના સૌને સ્વીકાર્ય છે અને એ જ મુક્તિનો સર્વમાન્ય ઉપાય છે. આથી, પૂર્વે વિભિન્ન માર્ગે સાધનામાં પ્રવૃત્ત રહેલા અલગ અલગ મત-પંથનાયે મુમુક્ષુ સાધકો જ્યારે આ ભૂમિકાને સ્પર્શે છે ત્યારે મતાગ્રહ તજી એ સૌ અંતર્મુખ બની જાય છે, અને તત્ત્વનો સાક્ષાત્કાર પામવાના લક્ષ્ય ચિત્તને શુદ્ધ, સમ અને ઉપશાત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આથી, સંકલ્પવિકલ્પની અલ્પતા અને ‘અહં’નું બહુધા અનુત્થાન-એ બેમાં પ્રગતિ થતાં, આત્માનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે અને એમને તેની કંઈક ઝાંખી અહીં પ્રાપ્ત થાય છે.
પહેલે ગુણઠાણે રહેલો મુમુક્ષુ આમ ક્રમશ: આત્મવિકાસ કરતો રહે તો, કોઈ ધન્ય પળે આત્માનુભૂતિ પામી, તે સ્થિરા નામની પાંચમી કે તેનાથી ઉપરની યોગદષ્ટિ પામે છે. ગુણસ્થાનકની અપેક્ષાએ જોતાં, સ્વાનુભૂતિ લાધતાં તે પહેલા ગુણઠાણેથી સીધો ચોથા-અવિરત સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાને કે આગળ વધીને યાવત્ સાતમે ગુણસ્થાને જઈ પહોંચે છે.
૪. અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન :
સમ્યગ્દર્શન એક અનુપમ ઉપલબ્ધિ છે; એ એક અનુભવ છે. માત્ર કોઈ ધર્મ, પંથ કે સંપ્રદાયનો ઔપચારિક સ્વીકાર કરી લેવાથી તેની પ્રાપ્તિ થઈ જતી નથી, કે કોઈ એક મત-પંથનાં અનુષ્ઠાનો અને ક્રિયાકાંડ કરવા માત્રથી એ અનુભવનો માનવી અધિકારી બની જતો નથી; સ્વાર્થ, ઇર્ષ્યા, દ્રેષ, સંકુચિતપણું વગેરે કનિષ્ઠ મનોવૃત્તિઓ, ક્ષુદ્ર વાસનાઓ, કામનાઓ, પૂર્વગ્રહો અને દેહાત્મ
૧૮. યોગદૃષ્ટિ, શ્લોક ૧૧૨ અને ૧૨૭–૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org