________________
૯૨) આત્મજ્ઞાન અને સાધનાપથ
ભાવથી માણસ જયારે ઉપર ઊઠે છે ત્યારે જ તે આ અનુભવ પામી શકે છે. શુદ્ધ ચૈતન્યનું પોતાને પોતામાં સંવેદન–અર્થાત્ અપરોક્ષ અનુભવ-એનું જ નામ સમ્યગ્દર્શન. કિંતુ, અબોધ આત્માઓ પોતાના મત-પંથ પ્રત્યેની મમત્વપ્રેરિત આંધળી શ્રધ્ધા કે ભક્તિને જ સમકિત સમ્યગ્દર્શન સમજી લે છે, જ્ઞાનીઓ એને ‘દષ્ટિરાગ' કહે છે. ‘દષ્ટિરાગ રુચિ કાચ, પાચ સમકિત ગાણું' એ ટકોર કરીને આપણા પૂર્વાચાર્યોએ આ ભ્રાન્ત અવસ્થાનો નિર્દેશ કર્યો છે.
સ્વાનુભૂતિ થતાં, કમ-માં-કમ આ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ ભૂમિકાએ રહેલ વ્યક્તિ, તેની આંતરિક ઝંખના હોવા છતાં, પ્રારબ્ધ કર્મવશવીઆંતરાય અને પ્રબળ ચારિત્રમોહનીય કર્મના કારણે– પ્રતિજ્ઞાપૂર્વક કોઈ વ્રત, નિયમ, ત્યાગ, તપ કે સાધના કરતી-કારવતી ન દેખાય, છતાં એની વિચારધારા શુદ્ધ રહેતી હોઈને મુક્તિ પ્રતિ એની કૂચ ચાલુ રહે છે. આ ભૂમિકાએ સ્થિત વ્યક્તિ તરીકે જૈન પરંપરામાં ચક્રવર્તી ભરત અને શ્રીકૃષ્ણનાં નામ પ્રસિદ્ધ છે. કેવળ બાહ્ય પ્રવૃત્તિના ગજથી આવી વ્યક્તિની સાચી ઓળખ ન થઈ શકે. પ્રવૃત્તિની પાછળ કાર્ય કરતી વૃત્તિની પરખ કરી શકનાર પ્રબુદ્ધ વ્યક્તિઓ જ એમનો અનાસક્ત ભાવ ઓળખી શકે અને એમને યથાર્થ ન્યાય આપી શકે. ૫. દેશવિરતિ ગુણસ્થાન
સ્વાનુભૂતિ પામીને, ભોગ-ઉપભોગ તેમજ આરંભ-સમારંભના ત્યાગના માર્ગે જેણે થોડાંઘણાં કદમ ઉપાડયાં હોય–પ્રતિજ્ઞાપૂર્વક આંશિક વ્રત-નિયમનો સ્વીકાર કર્યો હોય એવા ગૃહસ્થ સાધકનું આ ગુણઠાણું છે.
૬. સર્વવિરતિ ગુણસ્થાન
કુટુંબ-પરિવાર, ઘરબાર અને પરિગ્રહનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ અને પંચમહાવ્રતનો સ્વીકાર કરીને આરંભ-સમારંભથી સર્વથા મુક્ત રહી, સમિતિ અને ગુપ્તિપૂર્વક, આત્મસાધનામાં સંલગ્ન રહેતા આત્મજ્ઞ સંતોની આ ભૂમિકા છે.
અવિરત સમદષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ અર્થાત્ પ્રમત્તસંયત ગુણસ્થાન – આ ત્રણ ભૂમિકાના વિભાગ પાડનાર તત્ત્વ છે વિરતિની તરતમતા અર્થાત્ આરંભ-સમારંભ અને ભોગ-ઉપભોગના ત્યાગની ઓછીવત્તી માત્રા. આ ત્રણમાંનાં પહેલાં બે ગુણસ્થાનક આત્માનુભવ-સંપન્ન ગૃહસ્થ સાધકનાં છે અને છેવટનું આત્મજ્ઞાની મુનિનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org