________________
પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૯૩ પ્રસ્તુત ત્રણે ભૂમિકાએ સમ્યગ્દર્શન ક્ષાયિક કે ક્ષાયોપથમિક હોઈ શકે છે. તેથી પ્રસ્તુત ત્રણે ભૂમિકાસ્થિત સાધકોના, તેમને પ્રાપ્ત સમ્યગ્દર્શનની કોટિ અનુસાર, પાછા બે બે વિભાગ પડે છે. ક્ષાયિક સમ્યગ્દર્શનયુક્ત સાધક ઉત્તરોત્તર વિકાસ કરતો આગળ જ વધતો રહી તે જ ભવમાં કે વધુમાં વધુ ત્રણ ભવની અંદર મુક્તિ અવશ્ય પ્રાપ્ત કરે છે; એનું પતન કોઈ કાળે સંભવતું નથી. જયારે ક્ષાયોપથમિક સભ્યત્વયુક્ત સાધક સતત સાવધ ન રહે તો એણે પ્રાપ્ત કરેલ ભૂમિકાએથી ઠેઠ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાન સુધી તેનું પતન થઈ શકે છે; જોકે વહેલું-મોડું પણ તેનું પુનરુત્થાન અવશ્ય થાય છે.
આત્મદર્શન થયા પછી સાધકનું પતન થવું શક્ય છે કે નહિ તે અંગે યોગવર્તુળોમાં પ્રવર્તતી બે ભિન્ન માન્યતાઓનો સમન્વય, આગમિક શૈલીએ, આ રીતે થઈ જાય છે. કિંતુ, એ નોંધવું રહ્યું કે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિજીના મતે, આત્મદર્શન પામી પાંચમી સ્થિરા દૃષ્ટિમાં પ્રવેશી ચૂકેલા સાધકનું પુન: પ્રથમની ચાર દૃષ્ટિની ભૂમિકાએ પતન થવું અસંભવ છે.*
ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ જેમ સતત પરિવર્તનશીલ છે, તેમ આત્મિક ગુણવિકાસની અંતિમસ્થિતિ પૂર્વેની ભૂમિકાઓ પણ ધ્રુવ / અચલ નથી. એટલે, સાધકે સતત જાગૃત રહી આગળ જવાનો પુરુષાર્થ કરવો રહ્યો; જે આગળ વધવા પ્રયત્નશીલ ન રહે તે પાછળ ધકેલાઈ જાય છે.
છઠું ગુણસ્થાનકેથી ઉપર જવા મથતો સાધક પળભર સાતમે ગુણઠાણે પહોંચે છે, પણ બીજી પળે તે છઠું પાછો ફરે છે અને ફરી અપ્રમત્ત બની પળભર માટે સાતમે પહોંચે છે–એમ છઠ્ઠા-સાતમા વચ્ચે તે ખૂલ્યા કરે છે. આમ, અપ્રમત્તભાવે સાધનારત રહેતાં, કોઈ. ધન્ય પળે અપૂર્વ પુરુષાર્થ દાખવીને તે સાયિક માર્ગે આગળ વધે તો, ઉત્તરોત્તર ઉપરનાં ગુણસ્થાનક સર કરતો કરતો અંતર્મુહૂર્તમાં જ મોહ ઉપર સંપૂર્ણ વિજય મેળવી, રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અર્થાત્ જયાંથી કોઈ કાળે પતનનો સંભવ નથી એવી આત્મરમણતાની ચિરસ્થાયી ભૂમિકા-તેરમું ગુણઠાણું–પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને
૧૯. યોગદૃષ્ટિ, શ્લોક ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org