SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ આત્મજ્ઞાન અને સાધનાપથ સલાહભર્યું નથી. કર્મ, યોગ, ભક્તિ કે જ્ઞાન-કોઈ પણ યોગમાર્ગે સાધકે પવિત્ર જીવન ગાળવું પડે છે. નિર્મળ જીવન વિના આત્મવિકાસ શકય નથી. નિશ્ચયનયના સિદ્ધાંતોની ગોખી રાખેલી વાતોના કેવળ પોપટપાઠથી આત્મકલ્યાણ થવું સંભવિત નથી; તેમજ માત્ર આંખો મીંચીને બેસવાથી આત્મદર્શનની આશા રાખવી પણ વ્યર્થ છે. સાધનામાર્ગે સફળતા અર્થે તો જીવનનાં મૂલ્યાંકનો બદલાવાં જોઈએ. જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાયા વિના, દાર્શનિક સિદ્ધાંતોની કોરી વાતોથી કે એકલા ‘ધ્યાન’થી કાર્યસિદ્ધિ થવી અસંભવિત છે. - નિશ્ચય-વ્યવહારની એક ગૂંચ - હર્ષ-શોક, માન-અપમાન, લાભ-અલાભ આદિ પ્રસંગે ‘પરમાં થતા પરિવર્તનથી આત્માને કંઈ લાભ-નુકસાન નથી; જડથી ચેતન સાવ સ્વતંત્ર છે’— એ ભાનપૂર્વક ચિત્તને સંકલ્પ-વિકલ્પમાં તણાઈ જતું રોકી, ઉપયોગને સ્વમાં વાળી લેવા પ્રયત્નશીલ વ્યક્તિ પોતાનો આત્મવિકાસ વેગવાન બનાવી શકે; પરંતુ આંતરિક નિર્મળતામાંથી પ્રગટતા વિવેક કે આંતરસૂઝ વિનાની વ્યક્તિઓ, નિશ્ચયનયનાં એવાં કથનોના અવલંબને રાગ-દ્વેષને ખાળવાના બદલે, એના આધારે, જાણ્યે-અજાણ્યે, પોતાના પ્રમાદ અને સુખશીલવૃત્તિનાં પોષણ કે બચાવ કરતી થઈ જાય છે; નિશ્ચયનયનાં કથનોની અપેક્ષા સમજયા વિના, તે તેના માત્ર અક્ષરો પકડી રાખે છે અને જીવનમાં સંયમ કે નિયંત્રણની ઉપેક્ષા કરતી થઈ જાય છે. આમ, તે નિશ્ચયનયનાં વચનોથી ભ્રમિત થઈ, જીવનમાં યમ-નિયમ-સંયમને કે એ માટેના પ્રયત્નને અનાવશ્યક ગણી, સાચા સાધનામાર્ગથી દૂર ફેંકાઈ જાય છે. આનું બીજ નિશ્ચયનયનાં કથનોની અધૂરી સમજમાં રહેલું છે. ‘નિશ્ચયથી જડ અને ચેતન બંને સાવ સ્વતંત્ર છે' એનો અર્થ એટલો જ કે આત્મા સાથે કર્મ કે અન્ય પુદ્ગલનો સંયોગ થતાં જડ અને ચેતનનું કોઈ નવા જ દ્રવ્યમાં રૂપાંતર નથી થઈ જતું—ન આત્મપ્રદેશો તેના જ્ઞાનઆનંદાદિ ગુણો ખોઈ બેસે છે, કે ન પુદ્ગલપરમાણુઓ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વિહીન બની જાય છે. તે છતાં, વ્યવહારની ભૂમિકાએ ‘એ બેના સંયોગનું કંઈ પરિણામ નથી' એમ માનવું એ મોટી ભૂલ છે–ભ્રાંતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy