________________
સમત્વ: સાધનાનો રાજપથ ૧૨૩ બહારથી ઓઢી લીધેલાં વિધિ-નિષેધને પકડી રાખવાની મથામણ કરવી પડે છે; ને તેમાં સફળતા ન મળે ત્યારે જીવનમાં દંભ પ્રવેશે છે.
વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને જ્ઞાન એ ત્રણને આમ, પરસ્પર સંબંધ હોવાથી, એ ત્રણેનો સંયુક્ત પ્રયોગ થાય તો સમત્વ ખીલી ઊઠે ને જીવન સ્વસ્થ અને પ્રસન્ન બની રહે. મૂલ્યપરિવર્તન આવશ્યક
આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે યોગમાર્ગે પ્રયાણ કરવા ઇચ્છનારે પોતાનું જીવન વિશુદ્ધ કરવું રહ્યું. યમ-નિયમ, ન્યાય-નીતિ અને જીવ-જગત પ્રત્યે આત્મીયતાપૂર્વકના જીવનવ્યવહાર વિના આત્મસાધનાનો પંથ કપાતો નથી. પોતાના નૈતિક જીવનની શુદ્ધિ પ્રત્યે બેદરકાર રહીને, અને વાસનાઓને છૂટો દોર આપીને, નિશ્ચયની – દાર્શનિક સિદ્ધાંતોની–માત્ર કોરી વાતો કરતાં રહેવાથી કે કેવળ ‘ધ્યાનાભ્યાસ'થી જ પોતાને શીધ્ર ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓની પ્રાપ્તિ થઈ જશે, એ ભ્રમમાં આત્માથી સાધકે રાચવા જેવું નથી.
વ્યક્તિએ યમ-નિયમનો ઔપચારિક સ્વીકાર કર્યો હોય કે ન કર્યો હોય, પણ યમ-નિયમ દ્વારા જે દોષોનું સંમાર્જન કરવાનું છે તે દોષોથી મુક્ત થવાના પ્રયાસમાં તે પ્રવૃત્ત હોય કે પૂર્વ સંસ્કારવશ સહજભાવે જેનાં સ્વાર્થ, વિષયભૂખ અને અર્થતૃષ્ણા મોળાં પડેલાં જ હોય એવી વ્યક્તિ, ઔપચારિક રીતે પ્રતિજ્ઞાપૂર્વક વ્રત-નિયમ કરતી ન દેખાય છતાં, બાનાદિ અંતરંગ સાધનામાં વિકાસ સાધે તેની ના નથી; પ્રશ્ન યમ-નિયમની ઔપચારિકતાનો નહિ, પણ વૃત્તિ-પ્રવૃત્તિમાંથી ઉપર્યુક્ત અશુદ્ધિ-સ્વાર્થ, વિષયાસક્તિ અને તૃષ્ણ-દૂર કરવાનો છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત કરતાં કહ્યું છે કે “પહેલી ભૂમિકામાં નૈતિક તૈયારીનો આગ્રહ રખાય છે. એવી તૈયારી આત્મદર્શન માટે આવશ્યક છે.*
જીવનને નિર્મળ બનાવવા કટિબદ્ધ થયા વિના યોગમાર્ગે પ્રગતિ શકય નથી. માટે સાધકે પવિત્ર જીવન ગાળવાનો દઢ સંકલ્પ કરેલો હોવો જોઈએ. જે વ્યક્તિની આવી તૈયારી ન હોય, તેણે યોગમાર્ગે પગ મૂકવો
૯. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું, “ધર્મોનું મિલન', પૃષ્ઠ ૨૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org