________________
૨૭૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ
કરવી. સાધકે સમજી રાખવું જોઈએ કે કોઈ પણ દૃશ્ય કે શ્રાવ્ય અનુભવ થવો એ ચિત્તની પ્રવૃત્તિનું જ ઘોતક છે. પરમ તત્ત્વ નિરાકાર છે. ચિત્તનું અતિક્રમણ થયા વિના એનો સાક્ષાત્કાર થવો અસંભવ છે. આથી એ પણ સમજાય એવું છે કે, પૂર્વે કહ્યું તેમ પોતાની કાયાને પોતે જાણે દૂર રહીને જાતો હોય એ અનુભવ થતાં પોતાને ‘ભેદજ્ઞાન લાધ્યું’ કે ‘આત્મસાક્ષાત્કાર થયો' એમ માનવું એ ભૂલ છે. ‘ભેદજ્ઞાન’ અર્થાત્ કાયાથી પોતે ભિન્ન છે એ અનુભવાત્મક પ્રતીતિ (સ્વાનુભૂતિ) વખતે જ્ઞાતા-શેય-જ્ઞાન એ ત્રણ જુદાં રહેતાં નથી, જ્યારે અહીં તો ‘કાયા દેખાય છે’. ‘કંઈક દેખાય છે,' કે ‘કંઈક સંભળાય છે’ એ અનુભવ ‘જ્ઞાત’નો છે, ‘અજ્ઞાત’નો નહિ.
સાધના આંગળ વધતાં, અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉઘાડ થતો પણ અનુભવાય છે. ભાવી બનાવોની આગાહી કે વર્તમાનમાં દૂર બનતા બનાવો ધ્યાન વખતે, અવારનવાર, ચિત્રપટની જેમ, આંતર ચક્ષુ સમક્ષ એકાએક ઊપસી આવે છે. પોતે ચિંતવેલી વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ બાહ્ય જગતમાં સાકાર બનતી હોવાનો અનુભવ પણ ઘણી વાર સાધકને થાય છે. ધ્યાનાવસરે કોઈ સાધક હ્દયપ્રદેશમાં ગરમાવો, સ્પંદન કે દિવ્ય તેજ ‘જુએ’ છે; તો કોઈ પોતાની અંદર અને બહાર સર્વત્ર આસમાની કે સુવર્ણમય તેજ રેલાતું ‘જુએ’ છે – પ્રકાશનો આવો અનુભવ પરમાત્મતત્ત્વની નિરાકારતાના સંકેતરૂપ મનાય છે.
----
અંતરંગ યોગસાધનમાં પ્રગતિ કરતા સાધકોને બહુધા જે અનુભવો મળવા સંભવે તેનો આ ટૂંક નિર્દેશ માત્ર છે. સાધકની પ્રકૃતિ, એના માનસિક ઘડતર અને તેણે અપનાવેલી સાધના-પ્રક્રિયા મુજબ આ અનુભવોમાં ઘણું વૈવિધ્ય રહે છે.
જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ, મંત્રયોગ, લયયોગ, સિદ્ધયોગ વગેરે અનેક સાધનામાર્ગો છે. તે તે માર્ગે આગળ વધતા સાધકોને ભિન્ન ભિન્ન પ્રત્યયો મળે છે. દા. ત., ભક્તિમાર્ગના સાધકો પોતાના ઇષ્ટનાં દર્શન પ્રાર્થના કે સ્તવન-કીર્તન કરતાં હર્ષાશ્રુ, રોમાંચ કે ભાવસમાધિ અનુભવે છે અને તે વખતે પરમાત્મપ્રેમ અને આનંદના સાગરમાં તરતા હોય એવી સુખદ લાગણી અનુભવે છે. પરંતુ, એ ઊભરો શમી જતાં, પાછા ગ્લાનિ અને વિરહવેદના અનુભવે છે. આવી ભરતી-ઓટ ભક્તિમાર્ગના પ્રવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org