________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૭૩ ઓનો સામાન્ય અનુભવ છે. બાહ્ય કોઈ નિમિત્ત વિના વિવિધ પ્રકારના નાદનું કે મધુર સંગીતનું શ્રવણ પણ ઘણાને થાય છે. લાંબા સમય સુધી મંત્રજપ કરતા સાધકોને તેજથી આલેખાયેલા મંત્રાલરો કે સ્પષ્ટ વાંચી શકાય એવા અન્ય સંદેશાઓ, બંધ આંખ સામે દેખાય છે, તો કોઈને કશાયે પ્રયત્ન વિના, અનાયાસ, પદ્યરચનાઓ-દુહા, ચોપાઈ, શ્લોકો, કાવ્યપંક્તિઓ, ભજનો વગેરે–સ્કુરે છે.
‘સિદ્ધયોગ’ની પ્રક્રિયામાં ગુરુ દ્વારા શક્તિપાત (શિષ્યમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર) થતાં કોઈ વ્યક્તિને આપોઆપ “બાન’ લાગી જાય છે, તો કોઈ વિવિધ યૌગિક ક્રિયાઓ (આસનો, મુદ્રાઓ, વગેરે) કરવા માંડે છે; એની પોતાની ઇચ્છા વિના અને પૂર્વે આસનાદિનું કંઈ પણ જ્ઞાન ન હોવા છતાં, નિપુણ અભ્યાસીની માફક એ બધું તે કરવા લાગે છે! આપોઆપ, અને ઘણી વાર તો તેની ઇચ્છા વિરુદ્ધ પણ, આવું થવા માંડે છે. તે સમયે પોતાના શરીર ઉપર સાધકનું નિયંત્રણ રહેતું નથી; કોઈ અદીઠ શક્તિ એની પ્રવૃત્તિનું સંચાલન કરતી જણાય છે. એ અસર નીચે કોઈ સાધક અટ્ટહાસ્ય કરે છે, તો કોઈ પશુ-પંખીઓના ચિત્ર-વિચિત્ર અવાજ કરવા માંડે છે; તો વળી કોઈને પોતાની કાયામાં જ જાણે મોટો નાગ ફૂંફાડા મારી રહ્યો હોય એવો ભાસ થાય છે. આથી ઘણી વાર સાધક પોતે પણ ભયભીત બની જાય છે. પરંતુ તે અવસરે શક્તિપાત કરનાર ગુરુ એ ભયજનક અનુભૂતિઓ બંધ કરી દઈ શકે છે. કોઈ સાધકને આવા અનુભવો થોડો વખત રહીને બંધ પડે છે, તો કોઈને એ દીર્ઘ સમય સુધી આક્રાંત કરી લે છે. સિદ્ધયોગ’ના આચાર્યોનું માનવું છે કે સાધકની ભૂતશુદ્ધિ અર્થાત તેના દેહે અને પ્રાણની શુદ્ધિ અર્થે ‘ચિતિશક્તિ' અર્થાત્ કુંડલિનીની પ્રેરણાથી આવી ક્રિયાઓ થાય છે, અને તે કાર્ય પૂરું થતાં તે સ્વત: અટકી જાય છે.
શક્તિપાત થતાં કોઈને કુંડલિનીની જાગૃતિના અન્ય અનુભવો પણ મળે છે. આ અનુભવોમાં મૂલાધાર ચક્રમાં (કરોડરજજુના અંતે) સ્પંદન કે મેરુદંડના માર્ગે કીડીઓ ઉપર ચડતી હોય એવું સંવેદન થાય, પ્રાણપ્રવાહો સહસ્ત્રાર તરફ વહેતા અનુભવાય, શરીરનાં જુદાં જુદાં અંગોમાં પ્રાણનાં સ્પંદનો કે વિદ્યુત્ તરંગો ઊઠતા હોય એવો અનુભવ થાય, આંખના પોપચાં બંધ થઈ જાય અને પ્રયત્ન છતાં ન ઊઘડે, અંત:પ્રેરણા કે આંતરદષ્ટિ પ્રાપ્ત થાય, દિવ્ય મસ્તી પ્રગટે વગેરે વગેરેનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org