________________
૨૭૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
જેમ સમર્થ ગુરુના સ્પર્શથી, દૃષ્ટિથી કે માત્ર સંકલ્પથી શક્તિપાત થઈ સાધકની કુંડલિનીનું ઉત્થાન થાય છે તેમ, અન્ય યોગમાર્ગોની સાધના દ્વારા તે સ્વયં પણ થાય છે. હઠયોગીઓ કુંડલિનીને જાગૃત કરવા માટે વિશિષ્ટ મુદ્રાઓ, બંધો અને પ્રાણાયામની સાધના કરે છે. રાજયોગીઓ ચિત્તશુદ્ધિ અને ધારણા-ધ્યાનાદિના અભ્યાસથી; તાંત્રિકો મંત્રજપાદિ દ્વારા; ભક્તો પ્રાર્થના, જપ, ભજન-કીર્તન અને શરણાગતિ આદિ દ્વારા; કર્મયોગીઓ નિષ્કામ કર્મ વડે અને જ્ઞાનમાર્ગના સાધકો વિવેક, વૈરાગ્ય, તત્ત્વચિંતન, મનન અને નિદિધ્યાસન દ્રારા આત્મવિકાસ સાધે છે ત્યારે યોગ્ય સમયે કુંડલિની સ્વયં જાગૃત થઈ જાય છે, પણ તે તે માર્ગની અન્ય સાધના વડે સાધકનું ચિત્ત, નાડીતંત્ર અને શરીર એ અનુભવ માટે એવાં તૈયાર થયેલાં હોય છે કે સાધકને ખ્યાલ પણ ન આવે એટલી સહજતાથી કુંડલિનીનું ઉત્થાન થઈ જાય છે. હઠયોગ અને શક્તિપાત દ્વારા કુંડલિનીનું ઉત્થાન, સહજ ક્રમથી નહિ પણ બળ વાપરીને કરવામાં આવે છે ત્યારે સાધકનાં ચિત્ત, નાડીતંત્ર અને શરીરમાં ઉલ્કાપાત મચે છે અને અજાગૃત મનમાં રહેલી ગ્રંથિઓ અને સૂક્ષ્મ વિકારોની પ્રતિક્રિયા અટ્ટહાસ્ય, રુદન આદિ અસામાન્ય અનુભવો દ્વારા વ્યક્ત થાય છે.
અહીં પ્રાસંગિક એક વાત પ્રત્યે સાધકનું લક્ષ ખેંચવું રહ્યું : સાધકે એ સમજી લેવું ઘટે કે કુંડલિનીનું માત્ર ઉત્થાન થવું એ પૂરતું નથી; એ પછી, ખરું મુશ્કેલ કાર્ય તો પડ્યક્ર-ભેદ કરીને કુંડલિનીને સહસ્ત્રાર સુધી લઈ જવી અને એ કેન્દ્રમાં સ્થિર થવું તે છે; ને એ માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે/અનિવાર્ય છે. હઠયોગનાં પ્રાણાયામ અને મુદ્રાઓ દ્વારા કે શક્તિપાત આદિ દ્વારા બળપૂર્વક કુંડલિનીને જાગૃત કરી ઉપરનાં ચક્રોમાં લઈ જવાય પણ વ્યક્તિ સંકુચિત સ્વાર્થ, વૈભવ-વિલાસ, કામ/સેક્સ, કીર્તિ-પ્રતિષ્ઠાઅધિકાર આદિ નિમ્ન વાસનાઓની પકડમાંથી બહાર ન આવે તો, ઉપલાં કેન્દ્રોમાં કુંડલિની ટકી શકતી નથી એટલું જ નહિ, કેટલીકવાર સાધકના ચિત્તતંત્રને તે અસ્તવ્યસ્ત કરી નાખે છે, ને સાધક ઉન્માદ, ચિત્તભ્રમ, ગાંડપણ આદિ વિકૃતિઓનો ભોગ બને છે. કેટલીક જરૂરી સાવધાની
સાધકના ચિત્તને સૂક્ષ્મ જગતનો સંપર્ક થતાં તેને કેટલીક વાર જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org