________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો, ૨૭૫ અંતરીક્ષમાંથી આવતા સ્પષ્ટ સંદેશાઓ કે આદેશો સંભળાય છે. આવા પ્રેરક અવાજોમાંના બધા દિવ્ય જ હોય એવું નથી; એમાંના કેટલાક અજ્ઞાનપ્રેરિત હોય છે, તો કેટલાક આસુરી પણ હોય છે. માટે સાધકે પોતાની વિવેકબુદ્ધિ વાપર્યા વિના તેવા કોઈ સંદેશાઓ કે આદેશોનું અનુસરણ કરવું ન જોઈએ. પૂર્વાશ્રમમાં એમ. એસસી.ના વિદ્યાર્થી અને એકવીસ વર્ષની વયે સંન્યાસ ધારણ કરી, વર્ષો સુધી સપ્ત સરોવર ઝારી (હરદ્વાર)માં એકાંતમાં મૌન સાધનામાં રત રહેનાર એક નિષ્ઠાવાન સાધકે આવા અનુભવો અંગે ઉચ્ચારેલી એક ચેતવણી પ્રત્યેક સાધકે ધ્યાનમાં રાખવા જેવી છે. તેઓ જણાવે છે કે ચિત્ત થોડુંક સ્થિર થતાં, સાધનાના પ્રારંભમાં જ, સાધકને પોતાની અંદરથી જ ઊઠતા વિવિધ અવાજો-નાદો સંભળાય કે બંધ આંખે ભૂકુટિમાં વિવિધ રંગો દેખાય, એથી તેણે એમ માની લેવાની ઉતાવળ ન કરવી કે પોતાને કોઈ ઉન્નત આધ્યાત્મિક ભૂમિકાની પ્રાપ્તિ થઈ ચૂકી છે. આ અનુભવો માત્ર એટલું જ સૂચવે છે કે ચિત્ત કંઈક અંતર્મુખ થયું છે. પાર્થિવ સૂક્ષ્મ જગત સાથે ચિત્તનો સંપર્ક થવાથી આ અનુભૂતિઓ થતી હોય છે. ઉપર્યુક્ત અનુભવો પછીની ભૂમિકાએ સાધકને અપાર્થિવ જગતમાંથી-એન્ટ્રલ વર્લ્ડ'માંથી–વિવિધ દશ્યો દેખાય છે કે સ્પષ્ટ સંદેશાઓ પણ સંભળાય છે. પરંતુ એ બધા પ્રત્યે સાધકે લક્ષ આપવું હિતાવહ નથી. આ ભૂમિકાએ સંભળાતા સંદેશાઓમાંનો મોટો ભાગ ભ્રામક હોવા સંભવ છે. એ સંદેશાઓ અને દશ્યોમાંનાં કેટલાંક અપાર્થિવ જગતમાંથી આવતાં હોય છે, તો કેટલાંક સાધકના પોતાના અજાગૃત મનની જ નીપજ હોય છે. ચિત્તમાં ઊઠતા અન્ય વિચારપ્રવાહો અને કલ્પનાઓને બાધક ગણીને સાધક એમનાથી પર થવા પ્રયાસ કરે છે તેમ, આ આભાસિક સંદેશાઓ અને દશ્યોને પણ એકાગ્રતામાં વિદ્ધભૂત ગણીને, એ આવે કે જાય તે પ્રત્યે નિર્લેપ રહી, સાધકે આ ભૂમિકા ઝટ વટાવી જવી જોઈએ.’
ચેતના થોડું વધુ ઊંડાણ પ્રાપ્ત કરે છે ત્યારે કોઈને સ્વપ્નમાં કે અંત:સફુરણાઓ દ્વારા આવી રહેલી આપત્તિ સામે ચેતવણી કે અન્ય
4. Chandra Swami, Methods and Experiences : Mountain
Path, July 1969 (Sri Ramanasramam, Tiruvannamalai-606 603, Tamil Nadu, South India).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org