________________
૨૭૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
ભાવિ ઘટનાઓના સંકેતો મળે છે.તો કોઈને સાધનામાં પ્રેરણા, માર્ગદર્શન, પ્રોત્સાહન કે ઠપકો આપતા સંદેશાઓ પણ સંભળાય છે. પૂર્વોક્ત ભ્રામક સંદેશાઓ અને સાચું માર્ગદર્શન આપતા સંદેશાઓને જુદા તારવવાની હથોટી સાધકને અનુભવથી લાધે છે.
ઉપર્યુક્ત વિવિધ પોકળ આભાસો દેખાય છે કે સંદેશાઓ સંભળાય છે ત્યારે કેટલાક અબુધ સાધકો એમ માની બેસે છે કે પોતાને આત્મવિકાસની ખૂબ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ છે અને તેના પ્રતીકરૂપે દેવો પોતાની પાસે આવે છે. આ ભ્રમણાને લીધે, પોકળ આભાસોની એ ‘ફિલ્મ’ જોવામાં જ તે ધ્યાનનો સમય પૂરો કરે છે; તો કોઈને વળી દૂરદર્શન, ભાવી ઘટનાઓની આગાહી વગેરે શક્તિઓનાં પ્રદર્શન અને વિકાસની ધૂન લાગે છે. આવી શક્તિઓનું ઉદ્ઘાટન એ આત્મસાધનાની આડપેદાશ છે એ ભૂલી જઈ, એને જ પોતાની સાધનાનું લક્ષ્ય બનાવી દેનાર આવા ગાફેલ સાધકો સાચા સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈ શક્તિઓ અને સિદ્ધિઓની આળપંપાળમાં જ અટવાઇ રહી જીવન પૂરું કરે છે.
અહીં સાધકે એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે ઉપર્યુક્ત અનુભવો મળે જ, કે મળે તો આ ક્રમે જ મળે, એવો કોઈ નિયમ નથી. વળી, આ બધા અનુભવો માનસિક છે; મનની પ્રવૃત્તિ હજુ ચાલુ છે તેના તે ઘોતક છે. જયારે તેનું લક્ષ્ય તો છે મનસાતીત પ્રદેશ. એટલે એ આકાંક્ષા પણ સાધકે ન રાખવી કે અમુક અનુભવ મળે,કે પૂર્વે મળી ચૂકેલા અનુભવો ફરી ફરી મળતા રહે; તેમજ પૂર્વે થયેલા અનુભવ ફરી ન મળે તો એથી એમ ન માની લેવું કે સાધનામાં તેની પીછેહઠ થઈ છે. સાધનાપથ પર આગળ વધતાં, તે તે ભૂમિકા અનુસાર જુદા જુદા અનુભવો થાય છે; એટલે અમુક ભૂમિકાએ પ્રાપ્ય અનુભવો તે ભૂમિકા વટાવી ગયા પછી ન મળે એ સહજ છે. માટે આવા કોઈ અનુભવો મળે ત્યારે તેમને વળગી ન રહેતાં, સાધકે ચિત્તને વધુ ને વધુ અંતર્મુખ કરતા રહી આગળ વધવું ઘટે. નહિતર, આ અનુભવો જ ચિત્તને પ્રવાહિત રાખી પ્રગતિમાં અવરોધ ઊભો કરી દે છે. એક અન્ય ભયસ્થાન
શ્રી રમણ મહર્ષિ નિર્દિષ્ટ આત્મવિચાર ‘હું કોણ?', શ્રી જે. કૃષ્ણમૂર્તિ નિર્દિષ્ટ ‘એફર્ટલેસ ચૉઇસલેસ અવેરનેસ', ઝેન કે વિપશ્યના જેવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org