________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૭૧ કારણે સામાન્યત: આપણે ઘૂળ જગતનો જ અનુભવ કરી શકીએ છીએ; પરંતુ સાધના દ્વારા ચિત્ત નિર્મળ, સ્થિર અને સૂક્ષ્મ થતાં સૂક્ષ્મ અને અપાર્થિવ સૃષ્ટિ સાથે પણ તે સંબંધમાં આવતું થાય છે, ત્યારે સાધકને, બાહ્ય કોઈ નિમિત્ત વિના, દિવ્ય સુગંધનો અનુભવ, નાદશ્રવણ, જ્યોતિદર્શન આદિ અસામાન્ય અનુભૂતિઓ થાય છે. કોઈને શરીરના અમુક ભાગમાં કે આખા શરીરે જાણે લાય બળતી હોય તેમ અત્યંત ઉષ્ણતાનો તો કોઈને આફ્લાદક શીતળતાનો અનુભવ થાય છે. કોઈને સૂર્ય-ચંદ્રનાં બિંબો, રમ્ય નૈસર્ગિક દશ્યો કે પોતાના ગત જન્મના પ્રસંગો બંધ આંખે, અંતશ્ચક્ષુ સમક્ષ ચિત્રપટની જેમ પસાર થતા દેખાય છે.
ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વધતાં, બાન ટાણે કોઈ વખત સાધક અનુભવે છે કે જાણે પોતાના શરીરનું અસ્તિત્વ જ નથી કે જાણે પોતાનું શરીર છૂટી ગયું છે અને પોતે હવામાં તરે છે. યોગવિદ્ આચાર્ય હેમચન્દ્રસૂરિ મહારાજે સ્વરચિત “યોગશાસ્ત્ર' ગ્રંથના અંતે જાતઅનુભવનું ધ્યાન કર્યું છે, તેમાં આ અનુભવનો ઉલ્લેખ છે. કોઈને તો ખુદ પોતાની જ આકૃતિ દેખાય છે : અરીસામાં પોતાના શરીરનું પ્રતિબિંબ આપણે જોતા હોઈએ અથવા બીજી વ્યક્તિઓને જોઈએ છીએ તેમ, આ અવસરે, પોતાના જ શરીરને પોતે જાણે દૂર રહ્યો રહ્યો જોતો હોય એવું સાધકને લાગે છે. સ્વપ્નમાં મહાત્માઓનાં દર્શન, અને એમની પાસેથી આશીર્વાદની કે માર્ગદર્શનની પ્રાપ્તિ થતી હોવાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે. સ્વપ્નમાં જ માત્ર નહિ, કેટલાકને ધ્યાન વખતે-જાગૃતિમાં પણ પોતાના ઇષ્ટદેવનાં, ગુરુનાં કે અન્ય સંતોનાં દર્શન થાય છે, એટલું જ નહિ, કેટલીક વાર તો, ઉઘાડી આંખે, પૂર્ણ જાગૃતિમાં સાધક સમક્ષ તેના ઇષ્ટદેવ કે ગુરુની આકૃતિ ખડી થાય છે. પૂર્ણ જાગૃતિમાં, ઉઘાડી આંખે મળતા આ અનુભવો ઘણા મધુર અને આહલાદક હોય છે. કેટલીક વાર તો દિવસો સુધી તેનો નશો” રહે છે. પરંતુ પોતાના ઇષ્ટનાં આવાં આભાસિક દર્શન થતાં પોતાને ‘પરમાત્મ-સાક્ષાત્કાર થઈ ગયો’ એવું માની લેવાની ઉતાવળ સાધકે ન
3. विश्लिष्टमिव प्लुष्टमिवोडीनमिव प्रलीनमिव कायम्। अमनस्कोदयसमये योगी जानात्यसत्कल्पम् ।।
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org