________________
૨૭૦ આત્મજ્ઞાન અને સાધનાપથ આવતું જાય છે. પરિણામે રોજ-બ-રોજના પ્રસંગોમાં નિર્લેપતા, અને સંસર્ગમાં આવતા માનવબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમની લાગણી તેને સહજ બનતી જાય છે. આથી, સાચી દિશામાં ગતિ થઈ રહ્યાના આત્મવિશ્વાસ સાથે, સાધક ઉત્સાહપૂર્વક આગળ વધી શકે છે. પ્રગતિ થઈ રહ્યાની કેટલીક સ્થળ એંધાણીઓ પણ તેને મળે છે. બાહ્ય કોઈ નિમિત્ત વિના દિવ્ય સુગંધનો અનુભવ, નાદશ્રવણ કે ભૂકુટિમાં તેજપુંજનું દર્શન વગેરે આવા પ્રારંભિક પ્રત્યયો છે.
બાહ્ય પ્રત્યયોનું વૈવિધ્ય
આપણને નજરે દેખાતી સૃષ્ટિ કરતાં અનંતગણી સૃષ્ટિ અદીઠ રહે છે; આ વાત આધુનિક વિજ્ઞાન પણ કબૂલે છે. એ આ રહસ્યનો ખુલાસો કરતાં કહે છે કે આપણને દશ્ય અને પ્રત્યક્ષ અનુભવમાં આવતું જગત એ જુદી જુદી લંબાઈ અને કંપન-ફ્રીક્વન્સી ધરાવતા વિદ્યુ-ચુંબકીય તરંગોની જ રમત છે. આપણી ઇન્દ્રિયો તેમાંના અમુક તરંગો જ પકડી શકે છે. દા. ત., આપણા કાન એક સેકંડે ૧૬ થી ૩૨,૭૬૮ કંપનોવાળા તરંગો પકડી શકે છે; એથી વધુ કંપન– ફીકવન્સી અને વધારે લંબાઇ– ‘વેવલેન્થ” ધરાવતા તરંગો આપણને અશ્રાવ્ય રહે છે. આપણી આંખ પણ અમુક (૧૦૦૦૦૭ સેન્ટિમીટરથી ૦૦૦૦૪ સેન્ટિમીટર લંબાઈવાળા તરંગો દ્વારા વ્યક્ત થતું) રૂપ જ પકડી શકે છે. બીજી ઇન્દ્રિયોનું પણ તેવું જ છે; દરેકને પોતાની મર્યાદા છે. આપણી ઇન્દ્રિયો અને આજનાં વૈજ્ઞાનિક સાધનો પકડી શકે છે તેની બહારના તરંગો ઓળખવાની ક્ષમતા જો આપણને પ્રાપ્ત થાય તો કોઈ જુદી જ સૃષ્ટિ આપણી આગળ છતી થાય
છે
વિદ્યુત-ચુંબકીય તરંગોને ઓળખવાની આપણી ઉપર્યુક્ત મર્યાદાના
૧. ઉત્પરત્વે સ્વવન્તર્વ: પ્રત્યય: ત્રિા
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૬, શ્લોક ૮. ૨. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ : લેખકકૃત વિજ્ઞાન અને અધ્યાત્મ, પ્રકરણ ૪,
ચંદ્રની ધરતી પર બીજી સૃષ્ટિ' એ શીર્ષક હેઠળનું વિવેચન (દ્વિતીયતૃતીય આવૃત્તિ, પૃષ્ઠ ૪૭–૫૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org