________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો
પૂર્વોક્ત રીતે નિષ્ઠાપૂર્વક સાધનાપથે ચાલ્યા જતા સાધકને આત્મજ્ઞાન કેટલા વખતે લાધે એની કંઈ આગાહી કરી શકાય ખરી? શાસ્ત્રાધ્યયન કરીને પંડિત થવા માટે કાળની મર્યાદા નક્કી કરી શકાય, પણ આત્મજ્ઞાની થવા માટે કોઈ સમય-મર્યાદા આપી શકાતી નથી; કોઈને પ્રથમ પ્રયત્ન જ સફળતા મળે છે, તો કોઈને વર્ષો સુધી અખૂટ ધર્ય અને ખંતપૂર્વક સાધના જારી રાખવી પડે છે. પરંતુ આથી હતાશ થવાની જરૂર નથી. અંધારી રાતે રસ્તાની બત્તીના થાંભલાનો આપણે સ્પર્શ કરી શકીએ ત્યારે જ તે બત્તીનો પ્રકાશ આપણને મળે છે એવું નથી; માર્ગ ઉપર ચાલતાં ચાલતાં આપણે જેમ જેમ એની નિકટ આવીએ છીએ તેમ તેમ આપણી આગળના માર્ગ ઉપર વધુ ને વધુ પ્રકાશ પથરાયેલો જોવા મળે છે, તેમ અંતરની ક્ષિતિજે આત્મજ્ઞાનનો સૂર્યોદય થાય એ પહેલાંયે એના આગમનની વધામણી આપતી ઉષા સાધકના જીવનમાં પથરાતી રહે છે.
આ માર્ગે સાધક જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ જૂનાં આકર્ષણો, કુટેવો, વ્યસનો, વાસનાઓ, પૂર્વગ્રહો અને ગમા-અણગમાની પકડમાંથી તે મુક્તિ મેળવતો જાય છે અને પોતાના જીવનમાં સમતા, સ્વસ્થતા અને સામર્થ્યનો સંચાર થઈ રહ્યાનો અનુભવ કરવા લાગે છે. રોજિંદા જીવનના પડકારો અને વિષમતાઓને સ્વસ્થતાપૂર્વક પાર કરવાની ક્ષમતા તેનામાં વિકસતી જાય છે. જીવન પ્રત્યેના તેના સમગ્ર દષ્ટિકોણમાં જ પરિવર્તન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org