SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૧ અને ચિત્તના તરંગોથી ઉપર ઊઠી સ્વભાવમાં ઠરવું-એ જ ખરું તપ છે. એ જ કર્મનિર્જરાનું સબળ સાધન છે; એના વિના માત્ર બાહ્ય તપથી અતિ અલ્પ, અપેક્ષાએ નહિવત્, કર્મનર્જરા થઈ શકે છે. પ્રતિવર્ષ આસોચૈત્રની નવપદની ઓળી દરમ્યાન વંચાતા શ્રીપાળરાસમાં આ તથ્ય ખૂબ જ સ્પષ્ટ ભાષામાં શબ્દબદ્ધ થયેલું છે : ૧૪ આતમદરિસણ જેણે કર્યુ, તેણે મુંઘો ભવ ભયકૂપ રે. ક્ષણ અર્ધું જે અઘ ટલે, તે ન ટલે ભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાન તણી છે જોડી રે. ૧૫ - ઉપવાસ – છઠ્ઠું – અઠ્ઠમ – માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં ક્રોડો ભવમાં જેટલી કર્મનિર્જરા ન થઈ શકે તેટલી કર્મનિર્જરા આત્મજ્ઞાનસંપન્ન વ્યકિત આંખના એક પલકારામાં કરી લે છે/કરતી રહે છે. આટલી વિપુલ કર્મનિર્જરાના હેતુભૂત આત્મજ્ઞાનની સાધનામાં વચ્ચે આવતા વિક્ષેપોને ખાળવામાં બાહ્ય તપ પણ કંઈક અંશે સહાયક બને છે, ને તેટલા પૂરતું સાધનામાં તેનું સ્થાન છે; અર્થાત્ આત્મજ્ઞાનની ઉપલબ્ધિમાં સાધનભૂત સ્વાધ્યાય – ધ્યાન – કાયોત્સર્ગ પ્રમુખ આપ્યંતર તપને સહાયક બને તે બાહ્ય તપને જ જ્ઞાનીઓએ મુક્તિસાધનાનું અંગ ગમ્યું છે.” આ તથ્ય નજર સમક્ષ રહે તો એ સમજવું સરળ થશે કે સ્વાધ્યાયધ્યાન-કાયોત્સર્ગ આદિ આનંતર તપમાં શરીર અને મન વિક્ષેપરૂપ ન રહે એ પ્રકારે બાહ્ય તપનું આયોજન મુમુક્ષુએ કરવું જોઈએ. આ દૃષ્ટિએ જોતાં, આહારવિષયક જરૂરી વૈજ્ઞાનિક સમજણ કેળવીને, રોજિંદા ખાનપાનની અને પારણાં-અતરપારણાંની વર્તમાન પ્રચલિત રીત-રસમમાં મૂળગામી ૧૩. મુમુક્ષા વૈદાર્થ વા, તપસો નાસ્તિ ક્ષણમ્। तितिक्षाब्रह्मगुप्त्यादि-स्थानं ज्ञानं तु तद्वपुः ।। ૧૪. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩ અને તેની ટીકા ૧૫. શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૩૭-૩૮. ૧૬. જ્ઞાનમેન વુધા: પ્રાદુ કર્મળાં તાપનાત્ત':। तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम्।। Jain Education International (જુઓ પ્રકરણ ૫, પાદનોંધ ૧૭). - એજન, શ્લોક ૧૫૮. — જ્ઞાનસાર, તપોષ્ટક, શ્લોક ૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy