________________
૧૩૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ
ફેરફાર સ્વીકારી, શારીરિક સ્વાસ્થની જાળવણીમાં તેમજ સાધનામાં બાધક બને તે પ્રકારના ખાનપાનથી વિરમવું એ પાયાનું તપ છે. સાધકને માટે ઉણોદરી/મિતાહાર આવશ્યક છે. પર્વના દિવસે ઉપવાસછઠ્ઠ – અઠ્ઠમ – અઠ્ઠાઈ કરી દઈ, રોજિદા ખાનપાનમાં સ્વાદવત્તિને યથેચ્છ વિહરવા દેવી એ ઇષ્ટ અભિગમ નથી. મુમુક્ષુનું તપ આત્મશુદ્ધિ અર્થે નિર્જરા અર્થે હોવું જોઈએ. પ્રસિદ્ધિ કે સામાજિક પ્રતિષ્ઠાનો મોહ એમાં ન ભળવો જોઈએ.
મુમુક્ષુએ એ પણ સમજી રાખવું ઘટે કે તપ માત્ર આહારત્યાગમાં જ સીમિત નથી. શ્રેયપ્રાપ્તિના કાર્યક્રમને પાર પાડવા જતાં વચ્ચે જે કંઈ અગવડ, અડચણ, દુ:ખ આવી પડે તે સૌમ્ય ભાવે–સમતા અને સ્વસ્થતા સાથે-વધાવી લેવાં એ પણ તપ છે. એક સુખ્યાત સાધકે આ વાત ખૂબ સુંદર રીતે રજૂ કરી છે :
“માણસ જો પોતાની દરેક કામનાને વશ થઈ જાય કે તેને પોષ-. પંપાળે તો એનામાં કોઈ આંતરિક સંઘર્ષ નહિ થાય – કોઈ ઘર્ષણ નહિ, કોઈ અગ્નિ નહિ, તાપ નહિ. પણ, કોઈ નિશ્ચિત ધ્યેય હાંસલ કરવા, તેની આડે આવતી કામનાઓનો જો તે સામનો કરશે તો તે એક અગ્નિ જગાવશે જે ધીરે ધીરે એના સમગ્ર આંતરજગતને એકરૂપ બનાવી
મૂકશે.”૧૭
સાથે, એ પણ ન ભુલાવું જોઈએ કે વધુ પડતું વ્યક્તિના પોતાના : આંતરિક વિકાસની અપેક્ષાએ વધુ પડતું –બાહ્ય તપ અહંપ્રેરિત જ હોય; તે મુક્તિયાત્રામાં સહાયક ન બનતાં, શરીર-મનના ક્ષોભનું અને બીજાઓ સાથેના સંબંધોમાં તણાવનું નિમિત્ત બની રહે છે. – બળ નહિ કળ
આપણા બંધનનું કારણ માત્ર વિષયોનો ભોગ-ઉપભોગ નથી, પણ
19. If a man gives way to all his desires, or panders to them.
there will be no inner struggle in him, no friction', no fire. But if, for the sake of attaining a definite aim, he struggles with the desires that hinder him, he will then create a fire which will gradually transform his inner world into a single whole.
- Ouspensky. In Search of the Miraculous, p. 43.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org