________________
૧૮
સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૩ આસક્તિ, અહંકાર અને કર્તુત્વાભિમાન પણ છે. દેહાત્મબુદ્ધિ એ બધાંનું મૂળ છે. એ દેહાત્મબુદ્ધિ ટળે નિજ શુદ્ધ સ્વરૂપના અનુસંધાનથી. એના વિનાની એકલી વિષયનિવૃત્તિ મુક્તિસાધનામાં વિફળ રહે છે, એટલું જ નહિ, કેટલીક વાર તે અહંવૃદ્ધિકર અને દંભપોષક બની ઊલટી વધુ નુકસાનકારક પણ નીવડે છે. ઘડીભર પણ આત્મસ્વરૂપની વિસ્મૃતિ થઈ તો ચિત્તમાં અજ્ઞાનનાં અંધારાં ઊમટી આવે છે, અને ત્યાં દેહાત્મબુદ્ધિ, અહંકાર-મમકાર અને કર્તુત્વાભિમાનનું સામ્રાજ્ય વ્યાપે છે. માટે બાહ્ય તપત્યાગ પણ જ્ઞાનથી રસાયેલ હોવાં જોઈએ કે જેથી વિકારો શાંત થાય, દેહાત્મબુદ્ધિ મોળી પડે અને ચિત્તમાં ઊઠતા અહંકાર, આસક્તિ અને કર્તાભોક્તાપણાના અભિમાનના તરંગો શમે.
આ વિષયમાં ઉપાધ્યાયજી મહારાજની મનનીય સલાહ આ રહી : મુમુક્ષુએ ઇન્દ્રિયોને વિષયોમાં યથેચ્છ વિહાર કરતી રોકવી જરૂરી છે, પરંતુ એ કામ બળથી નહિ પણ કળથી પાર પાડવું જોઈએ. ‘હું વિશુદ્ધ આત્મદ્રવ્ય છું, સર્વ મારાથી પર છે', એ વિવેક વડે મુમુક્ષુએ ઇન્દ્રિયોને વિષયોથી છોડાવવી ઘટે. એના બદલે બળાત્કાર કરી ઇન્દ્રિયોનું દમન કરવા જતાં અંતે વધુ નુકસાન જ વેઠવું પડે છે. ઇન્દ્રિયો તો વશ થતી નથી, પણ જીવનમાં દંભ પ્રવેશે છે. બહારથી ત્યાગનો દેખાવ રહે છે, જયારે ચિત્ત તો ભોગમાં આળોટયા કરે છે; પરિણામે, બાહ્ય ત્યાગ છતાં, નરકની વાટ પકડવી પડે છે.
૧૯
૧૮. (i) ઞજ્ઞાનાષિયાસક્તો દ્રષ્યતે વિષયૈસ્તુ ના
અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૪૦.
(ii) विषयाणां ततो बंधजनने नियमोऽस्ति न ।
अज्ञानिनां ततो बंधो, ज्ञानिनां तु न कर्हिचित् ॥ सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ।।
—
- એજન, વૈરાગ્યસંભવાધિકાર, શ્લોક ૨૪-૨૫.
૧૯. વિષયમ્ય: પ્રશાન્તાના-મશ્રાન્તવિમુધીતે: करणैश्चारुवैराग्य- मेष राजपथः किल ॥
Jain Education International
बन प्रेर्यमाणानि, करणानि वनेभवत् । न जातु वशतां यान्ति, प्रत्युतानर्थवृद्धये ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org