________________
૧૩૪ આત્મજ્ઞાન અને સાધનાપથ – બાહ્ય જીવન અને આંતર પ્રવાહનો સુમેળ આવશ્યક
એવું ન થવા દેવું હોય તો, સાધકે પોતાના અંતરંગ વૈરાગ્યના પ્રમાણમાં બાહ્ય ત્યાગ-તપની યોજના કરવી ઘટે, જેથી બાહ્ય અને આંતર જીવન વચ્ચે સુમેળ રહી શકે. અંતરમાં સાચો વૈરાગ્ય જાગ્યો તો તેનું પ્રતિબિબ બાહ્ય જીવનમાં ત્યાગ-તપ-સંયમરૂપે પડવાનું જ. અંતરંગ વિરાગમાંથી આવતો બાહ્ય ત્યાગ સહજ હોય છે. તેનો ભાર કોઈને– સાધકને પોતાને કે બીજાને-લાગતો નથી, જયારે બળાત્કારે બાહ્ય ત્યાગની હરણફાળ મારવા જતાં ચિત્ત અને કાયા વચ્ચે ઘણું અંતર પડી જાય છે. તેથી આગળ વધવાની વાત તો દૂર રહી, પણ પોતાના સ્થાન ઉપર ટકી રહેવું પણ મુશ્કેલ બની જાય છે. જેમ કોઈનો જમણો પગ ઘણો આગળ નીકળી જાય અને ડાબો બહુ દૂર રહી જાય તો તે વ્યક્તિ આગળ ચાલી શકતી નથી, એટલું જ નહિ, પોતાના સ્થાને સ્થિર ઊભી પણ રહી શકતી નથી–ગબડી પડે છે. સંયમ વિનાના કોરા વિરાગની પણ આ જ દશા થવાની. માટે વિવેકી સાધકે, પોતાના બાહ્ય ત્યાગ અને આંતર વિરાગ વચ્ચેનું અંતર ઓછું કરીને-હઠાવીને, બંનેની એકવાકયતા કરવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
અંતર્મુખ સાધક વિષયોપભોગમાં કેવો સાવધ હોય એનો નિર્દેશ કરતાં ચિદાનંદજી મહારાજે કહ્યું છે કે –
પુદ્ગલ ખલ સંગી પરે, સેવે અવસર દેખ;
તનું અશક્ત જયું લક્કડી, જ્ઞાન ભેદ પદ લેખ લાકડીનો ટેકો કોણ લે? એ વિના જેનું શરીર ટટાર ન રહી શકતું હોય તે. તેમ સાધક પણ અનિવાર્ય હોય તેટલો જ પુદ્ગલનો ટેકો લે. બીજી બાજુ,
पश्यन्ति लज्जया नीचे-दानं च प्रयुञ्जते। आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे। वञ्चनं करणानां तद्विरक्तः कर्तुमर्हति ।। सद्भावविनियोगेन, सदा स्वान्यविभागवित्।।
– એજન, વૈરાગ્યસંભવાધિકાર, શ્લોક ૨૭, ૨૯-૩૧, ૨૦. અધ્યાત્મબાવની, દુહો ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org