________________
સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૫ આંતરિક વૈરાગ્યનું બળ વધાર્યા પહેલાં, ‘પુદ્ગલનો સંગ નુકસાનકારક છે’ એમ કહીને એનો સમૂળગો ત્યાગ કરવાની ચેષ્ટા પણ તે ન કરે. પોતાના સામર્થ્ય-અસામર્થ્યનો વિવેક કરી અવસરે પુદ્ગલનો ટેકો લઈને પણ, એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓના અભ્યાસ વડે અંતરમાં ભેદ-જ્ઞાનને દૃઢ કરતો રહી, તે ઇન્દ્રિયોને સમજાવટથી ભોગ પ્રત્યે જતી વાળી લે.
આમ સ્વ-પરનો વિવેક જાગૃત રાખીને ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લેવાનો આ અભ્યાસ સદા થતો રહે તો, વખત જતાં, સાધક એવા અદ્ભુત વૈરાગ્યનો સ્વામી બની શકે કે જયાં વિષયોની પ્રવૃત્તિનો સંકલ્પ જ ન ઊઠે કે ન નિવૃત્તિનો શ્રમ રહે.
૧
માટે, બાહ્ય તપમાં પણ કેવળ ભૌગોપભોગના ત્યાગની માત્રા ઉપર જ મુસ્તાક ન રહેતાં, એની સાથે ચિત્તગત વિરાગ અને સ્વરૂપજાગૃતિનો સાથ લેવો ઘટે. અભવ્ય આત્માની કરુણતા એ છે કે એને આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપનો વિચાર સ્પર્શતો જ નથી. આથી કર્તા-ભોક્તાપણાનું તેનું અભિમાન ખસતું નથી. તેથી નવ ત્રૈવેયકની પ્રાપ્તિ પૂર્વે, અશુભથી પાછા વળીને શુભ પ્રવૃત્તિમાં, અનહદ ઉદ્યમ કરતો હોવાં છતાં, તે મુક્તિથી સદા વેગળો જ રહે છે.
નિશ્ચય અને વ્યવહારની સમતુલા
જ્ઞાન અને ક્રિયા, વિચાર અને વર્તન, નિશ્ચય અને વ્યવહાર એ બે ચક્રો ઉપર સાધનાનો રથ આગળ સરકે છે. નિર્મળ અંત:કરણવાળી વ્યક્તિઓ પોતાની આંતરસૂઝના બળે એ બેને યથાયોગ્ય મહત્ત્વ આપી ઉત્તરોત્તર અધિક આત્મિવિકાસ સાધે છે. પણ ઘણીવાર એવું જોવા મળે છે કે, મોક્ષમાર્ગના પથિકો પણ એ બેની સમતુલા જાળવવાનો વિવેક દાખવી શકતા નથી, અને વિચાર કે વર્તન-જ્ઞાન કે ક્રિયા-માંથી કોઈ એકના જ
૨૧. વચન રળાનાં તદ્વિરત્ત: તુંમતિ। सद्भावविनियोगेन, सदा स्वान्यविभागवित् ।।
प्रवृत्तेर्वा निवृत्तेर्वा, न संकल्पो न च श्रमः । विकारो हीयतेऽक्षाणामिति वैराग्यमद्भुतम् ।।
Jain Education International
અધ્યાત્મસાર, વૈરાગ્યસંભવાધિકાર, શ્લોક ૩૧-૩૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org