________________
૧૩૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
પક્ષકાર બની રહે છે, પરિણામે, તેમની સાધનાનો રથ કદાચ ગતિ કરતો રહે તોયે પંથ કપાતો નથી – મુક્તિપંથે એમની પ્રગતિ થંભી જાય છે.
મુક્તિમાર્ગે જેણે પ્રગતિ કરવી છે, તેણે નિશ્ચય અને વ્યવહાર બંનેનો આદર કરવો ઘટે. બેમાંથી કોઈ પણ એકને જ પકડવાથી ગતિ થશે, પ્રગતિ નહીં થાય. ઘાણીનો બળદ આખો દિવસ ગતિ કરે છે, પરંતુ એ પહોંચતો ક્યાંય નથી–ઠેરનો ઠેર રહે છે; એ વર્તુળમાં ફર્યા કરે છે. કોઈ એક નિશ્ચિત દિશામાં ગતિ થાય ત્યારે પંથ કપાય છે. ગતિને ચોક્કસ દિશા મળે છે ત્યારે પ્રગતિ થાય છે. વ્યવહારની ગતિને નિશ્ચય નિશ્ચિત દિશા આપે છે. એની આંગળી હંમેશાં આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ રહે છે.
મહાસાગરની સફર ખેડતા નાવિકને પોતાની ગતિની દિશા નક્કી કરવામાં હોકાયંત્રની સોય મદદ કરે છે, તેમ ભવસમુદ્રને પાર કરવા વ્યવહારની નાવમાં બેઠેલાને સ્વરૂપની દિશા ચીંધીને નિશ્ચય આડ માર્ગે ફંટાઈ જતાં ઉગારી લે છે. નિશ્ચય સુકાની છે. હલેસાં મારનાર હલેસાં મારીને હોડીને ગતિ આપે, પણ એની દિશા નક્કી કરવાનું કામ સુકાનીનું છે. નિશ્ચયે ચીંધેલ દિશામાં-સ્વરૂપની દિશામાં-વ્યવહારની ગિત રહે તો મુમુક્ષુ ભવસાગરને હેમખેમ પાર કરી જાય.
નિશ્ચય સાધકને તેની સાચી ઓળખાણ-તેના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપની ઓળખાણ-આપે છે. કર્તા-ભોક્તાપણાની ભ્રાંતિ ટાળીને, કેવળ જ્ઞાયક નિર્વિકલ્પ સ્વરૂપની ઉપલબ્ધિ કરવી-તેમાં સ્થિર થવું એ વ્યવહારમાર્ગના અનુસરણનું લક્ષ્ય છે.
૨૨
– દિશાશૂન્ય ગતિ
સમગ્ર વ્યવહારનું નિશાન નિર્વિકલ્પ ઉપયોગ તરફ ગિત કરવાનું છે. એ લક્ષ્ય વિના કેવળ વ્યવહારની પ્રવૃત્તિ ઉપરનો ઝોક અંતે એ પ્રવૃત્તિની બહુલતા ઉપર કે એનાથી પ્રાપ્ત થતા કોઈ ભૌતિક લાભ-ઇહલૌકિક કીતિ કે પારલૌકિક સમૃદ્ધિ આદિ-ઉપર કેન્દ્રિત થાય છે; અને એ પ્રવૃત્તિની મુકિતસાધન તરીકેની ગુણવત્તા તરફ દૃષ્ટિ રહેતી નથી – જડ પ્રત્યે વિરક્તિ, જીવ
૨૨. જુઓ, ઉપાધ્યાય યશોવિજયજી કૃત સાડાત્રણસો ગાથાનું સ્તવન, ઢાળ ૮,
ગાથા ૧, ૨, ૨૩-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org