________________
સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૭ જગત પ્રત્યે પ્રેમ/સહાનુભૂતિ અને ક્ષણિક સ્વપર્યાયો પ્રત્યે ઉદાસીનતાની ખીલવટ કરવાનું મૂળ લક્ષ્ય ભુલાઈ જવાય છે. પરિણામે એ પ્રવૃત્તિનું બાહ્ય ખોળિયું ધાર્મિક રહેવા છતાં વાસ્તવમાં એ લૌકિક બની રહે છે. અંતસ્તલમાં ભૌતિક હોવા છતાં તે આધ્યાત્મિક હોવાનો આભાસ જન્માવતી હોવાથી
મુગ્ધ આત્માઓ એ પ્રવૃત્તિથી ઠગાય છે. એવી પ્રવૃત્તિનું આચરણ કરતા રહીને, પોતે ધર્મસાધના કરી રહ્યા છે એવી ભ્રાંતિમાં રહી, તેઓ સાચા ધર્મથી વંચિત રહી જાય છે.
૨૩
દેહાદિથી પર પોતાના શુદ્ધ-જ્ઞાયક સ્વરૂપની ભાવના ચિત્તમાં ન વસી હોય તો ધર્મપ્રવૃત્તિમાં પણ અહંકાર-મમકારની પ્રબળતાને અવકાશ મળી જાય છે અને ઘણી મહેનતે સધાતી બહોળી ધર્મ-પ્રવૃત્તિને પણ તે વિફળ કરી મૂકે છે. પોતાના કર્મકૃત વ્યક્તિત્વ ઉપર જ રહેતી નજર હઠાવી લઈને સાધક તેને પોતા તરફ-આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ-વાળે તો જ તે આત્માનો આંતરવૈભવ પામી શકે છે. પોતા તરફ વળ્યા વિના એકલી ક્રિયાની ચીલાચાલુ ઘરેડમાં ઘૂમ્યા કરવાથી જીવનમાં શાંતિ, સંતોષ અને
૨૩. (i) કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુ:ખનો છેહ. અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તનુમલ તોલે; મમકારાદિક યોગથી, જ્ઞાની ઇમ બોલે.
હું કા પરભાવનો, એમ જિમ જિમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.
ઉપાધ્યાય યશોવિજયજી, સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૩, ગાથા ૨૭, ૩૩, ૩૪.
(ii) વિના દ્રવ્ય-અનુયોગ વિચાર, ચરણકરણનો નહિ કો સાર; સમ્મતિ ગ્રંથે ભાખીઉં ઇસ્યું, તે તો બુધજન મનમાં વસ્યું.
Jain Education International
- દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ગાથા ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org