SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ આનંદનું અવતરણ થઈ શકતું નથી અને પ્રવૃત્તિ ધાર્મિક રહેવા છતાં ખાસ અને પ્રીતિ તો ભૌતિકતાની જ રહી જાય છે.* – નિશ્ચયની કોરી વાતો ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. નિશ્ચય દષ્ટિ સ્ક્રય ધરી છે, પાળે જ વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર. આ પંક્તિઓનું રહસ્ય એ છે કે કર્મકૃત વ્યક્તિત્વથી પર પોતાના જ્ઞાયક સ્વરૂપના ભાનપૂર્વક વ્યવહારમાર્ગનું અનુસરણ થાય તો તે મુક્તિ અપાવે. વ્યવહારના સાથ વિના ‘આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન છું' એવી વાતો માત્ર પોપટપાઠ છે." એ રીતે માત્ર વાતો કરનારની સ્થિતિ હોટલના વેઈટર (પિરસણિયા) જેવી છે. કોઈ અદ્યતન ઢબની હોટલમાં યોજાયેલ પાર્ટીમાં કડક ઇસ્ત્રીબંધ, ઊજળાં દૂધ જેવાં વસ્ત્રોમાં સજજ ‘વેઈટરો’ દૂધપાક પીરસી રહ્યા હોય કે મધુર સોડમવાળી વિવિધ વાનગીઓની રકાબીઓ (dishes) લઈ દોડાદોડ કરતા હોય, તે જાઈ અબૂઝ ભિખારીને એમની સ્થિતિ સ્પૃહણીય-ઇચ્છવા યોગ્ય-લાગે, પણ એમનાં અંતરમાં ડોકિયું કરી શકનાર, પાર્ટીમાં દૂધપાકનો આસ્વાદ માણતાં સદાયી ૨૪. જેહ અહંકાર-મમકારનું બંધન, શુદ્ધ નય તે દહે દહન જિમ ઇધન; શુદ્ધ નય દીપિકા મુક્તિમારગ ભણી. શુદ્ધ નય આથી છે સાધુને આપણી. – ઉપાધ્યાય યશોવિજયજી, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, ઢાળ ૧૬, ગાથા ૧૦. ૨૫. (i) નો સ્ત્ર મન થિર હોત ન છીન, નિમ ઉપર જે પાન ; વેઢ મળ્યો પણ શ૮ (પૂર્વ), પોથ થોથી ના રે. घट में प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान. - યોગીશ્વર ચિદાનંદજી. (i) અવયવ સવિ સુંદર હોયે દેહેં, નાકે દીસે ચાઠો; ગ્રંથજ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક જિત્યો મુખપાઠો રે. ઉપાધ્યાય યશોવિજયજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy