________________
સમત્વ : સાધનાનો રાજપથ ૧૩૯ મહેમાનોને તો તેમની (વેઈટરની) સ્થિતિ દયામણી જ લાગે : બિચારા મણબંધ દૂધપાકની હેરફેર કરતા હોય, પણ એમને પોતાને તો એ દૂધપાકનો સ્વાદ નસીબમાં જ નહિ! જ્ઞાનીની નજરે એવી જ કરુણ સ્થિતિ છે શુષ્ક જ્ઞાનીની.
૨૬
નિજના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપના ભાન રહિત કે એ ભાન જાગૃત રાખવાના લક્ષનિરપેક્ષ વ્યવહાર અને, જ્ઞાયક ભાવની માત્ર વાતો કરતા રહી ત્યાં સુધી પહોંચાડનાર વ્યવહારની અવગણના (અવગણના-કારણવશાત્ અપાલનની અહીં વાત નથી) કરતું શુષ્ક જ્ઞાન-એ બેમાંનું કોઈ મુક્તિસાધક બની શકતું નથી.
આપણી સમગ્ર સાધના દેહ અને મનથી પર થવા માટે છે; નિશ્ચય અને વ્યવહાર અર્થાત્ જ્ઞાન અને ક્રિયાનો સંયુક્ત પ્રયોગ થાય તો એ કામ પાર પડે. જ્ઞાનને જીવનમાં વણી લેવાની પ્રક્રિયા તે જ વ્યવહાર. વ્યવહારના સાથ વિનાનું શુષ્ક જ્ઞાન પ્રમાદ અને અભિમાનને પગ પહોળા કરવા દઈ મુમુક્ષુને સાધનાશૂન્ય બનાવી દે છે. જ્ઞાન માત્ર વાણીમાં જ નહિ, સમગ્ર જીવનમાં અભિવ્યક્ત થવું જોઈએ. નમ્રતા, નિર્દેભતા, અદ્રેષ, અદૈન્ય આર્જવ, અહિંસા, પ્રેમ, ક્ષમા, કરુણા, નિરીહતા વગેરે જ્ઞાનની સાથે પડછાયાની જેમ આવે જ. આનાથી ઊલટું જીવનવહેણ એ હ્દયમાં પ્રવર્તતા અજ્ઞાનના સામ્રાજ્યનું પ્રતીક છે. જેના વડે જગતના પ્રાણીસમૂહ પ્રત્યે આત્મતુલ્ય વર્તાવ અને જડ જગત પ્રત્યે વિરક્ત ભાવનું ધારણ-પોષણ થાય, પરમાત્મા સાથે પોતાનું અનુસંધાન વધે તથા દેહાત્મબુદ્ધિ મોળી પડે એવાં ક્રિયાકાંડ કે પ્રવૃત્તિનો અનાદર એ શુષ્ક જ્ઞાનનું લક્ષણ છે. અસત્ પ્રવૃત્તિથી નિવૃત્ત થવાના લક્ષ્ય વિનાની માત્ર નિજ શુદ્ધ સ્વરૂપની વાતો મુક્તિ અપાવી શકતી નથી, તેમ પરમાત્મસ્વરૂપ કે નિજ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષ્ય વિનાની એકલી શુભ પ્રવૃત્તિ પણ-પડિલેહણાદિ સંયમયોગો સુધ્ધાં–મુક્તિસાધનામાં વિફળ રહે છે. આ તથ્ય પ્રત્યે મુમુક્ષુને જાગૃત
૨૬. રસમાનનમેં રત દ્રવ્ય નિત, નહિ તમ રસ હિન્નાન; तिम श्रुतपाठी पंडितकुं पण, प्रवचन कहत अज्ञान रे. घट में प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान.
Jain Education International
– યોગીશ્વર ચિદાનંદજી.
For Private & Personal Use Only
www.jainelibrary.org