________________
૩૦૦) આત્મજ્ઞાન અને સાધનાપથ
મારા જીવનમાં લાહ્ય લાગી છે. સંગીતાચાર્ય લલ્લનની શાગીર્દી સ્વીકારી હોત તો હુંયે આજે તેમની જેમ નિજાનંદમાં મસ્ત હોત. હું કેવળ કીતિના પડછાયા પાછળ આ કરું છું, તે કરું છું. લોકો મને વખાણે છે, મારી પાછળ ઘેલા થાય છે. એ મોહમાં ને મોહમાં હું આગળ ધપી રહ્યો છું. પાછો હવે હું ફરી શકું તેમ નથી. પણ સાંજે જ્યારે હું આ ઘેર કેવળ પોલી કીર્તિમાંથી ઊઠતી સિદ્ધિના આતશની એકાકી રાખ લઈને પાછો ફરું છું ત્યારે મને શૂન્યતાના ભણકારા વાગે છે. લાંબી રાત્રિ અને આ ખંડેર જેવું ઘર અને જાણે ભરખ્યા કરે છે.
“હવે પાછો ફરી શકતો નથી અને મારા જીવનની આ એકલતાને પણ ટપી જાય એવી યાતનાનો અગ્નિ હવે મનમાં ઊઠવા માંડ્યો છે. હું જોઉં છું, ત્રાસ પામીને જોઈ રહ્યો છું. મારી યાતના હવે આવી રહી છે. મારે એ સત્યે જ છૂટકો છે. મારા પશ્ચાત્તાપનો પાર નથી. આ જીવન દુ:ખીમાં દુ:ખી છે. તમે કરતા હો તે કરો. કોઈ આવું જીવન ન સ્વીકારે. અહીં જ્યાં વનસ્પતિના એક પાંદડામાં જીવન અને મૃત્યુને એકસાથે કોઈએ છુપાવ્યાં છે, એટલી બધી શક્તિ ઠેર ઠેર શક્તિનાથ ભરી છે, ત્યાં તમે શક્તિ મેળવો એ આશ્ચર્ય નથી, પણ શક્તિનો અધિકાર પ્રાપ્ત કર્યા વિના શક્તિ મેળવવી એ રાક્ષસી ક્રિયા છે. મેં રાક્ષસને જગાડ્યો છે. એ રાક્ષસ મને ભરખી જશે, મારું જીવન હવે ખાઈ જશે! તમે ડૉકટર જેકાઈલ અને મિસ્ટર હાઈડની વાત વાંચી જજો. મારું કંઈક એવું જ ભાવિ દેખાય છે. તમને જો શાંત જીવન અને એથી પણ વધુ સુખદ શાંત મૃત્યુ જોઈતું હોય તો આ વાત જ મનમાંથી કાઢી નાખજો. અહીં છો એટલા દિવસમાં તક મળે તો ઘડી બે ઘડી લલ્લનજીને સાંભળજો. શાંત, સ્વચ્છ, પવિત્ર, નિર્મળ, સાદું જીવન એટલે શું એની તમને ત્યાં ઝાંખી થશે.'
બ્રિજમોહનની કથા અહીં પૂરી થાય છે, એ પછી ઘણાં વરસે સાંભળ્યું હતું કે એણે ગંગા નદીમાં જળસમાધિ લઈને આયખાનો અંત આણ્યો હતો!*
* રસિક ઝવેરી, “દિલની વાતો' ભાગ ૩, પૃષ્ઠ ૧૮૨–૧૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org