________________
૧૧
ઈશકૃપા
આધ્યાત્મિક માર્ગના સર્વ સફળ પથિકોનો એ અનુભવ છે કે સાધના દરમ્યાન કંઈક અદશ્ય સહાય મળતી રહે છે. એ સહાય કયાંથી આવે છે તે આપણે કળી શકતા નથી, તેથી એને શું નામ આપવું? નિરૂપણની સરળતા માટે, આધ્યાત્મિક સાહિત્યમાં, તેને ‘ઇશઅનુગ્રહ’ કે ‘પરમાત્મકૃપા'ની સંજ્ઞા અપાઈ છે. ‘પરમાત્મકૃપા’ વિના, કેવળ પોતાની આવડત અને પુરુષાર્થના બળે, આ માર્ગે કોઈ સફળ થઈ શકતું નથી. ઈશકૃપા અને સ્વપ્રયત્નનો સંબંધ ફાધર વાલેસ એક ચાનું ઉદાહરણ દ્વારા, પ્રતીતિકર રીતે સમજાવે છે : “પેટ્રોલ વગર મોટર સાઇકલ ન ચાલે અને કિક વગર પણ નહિ ચાલે. બંને જોઈએ. .. પેટ્રોલ એ ઈશ્વરકૃપા છે, અને કિક માનવીનો પુરુષાર્થ છે. પેટ્રોલ હોય અને માનવી કંઈ ન કરે તોયે ગાડી ન ચાલે. મોટર સાઇકલમાં પૂરું પેટ્રોલ ભરેલું હોય પણ કોઈ કિક ન મારે તો ચાલુ નહિ થાય. બંને જોઈએ. પુરુષાર્થ જોઈએ અને ઈશ્વરકૃપા જોઈએ. પ્રાર્થના જોઈએ અને પ્રયત્ન જોઈએ. શ્રમ જોઈએ અને અનુગ્રહ જોઈએ.''
ઘણી વાર એવું જોવા મળે છે કે સાધકને એ ભાન થાય કે પોતે પ્રગતિ કરી રહ્યો છે તેની સાથે જ તેની પ્રગતિ થંભી જાય છે, કારણ કે, એ સફળતા પોતાની મહેનત અને આવડતને આભારી છે,’ એવી
૧. ફાધર વાલેસ, આત્મીય ક્ષણો, પૃષ્ઠ ૨૬. (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતન પોળ નાકા સામે, અમદાવાદ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org