________________
૩૦૨ / આત્મજ્ઞાન અને સાધનાપથ સમજના પરિણામે સૂક્ષ્મ અહં તેના ચિત્તમાં પ્રવેશે છે, જેથી પરમાત્માના અનુગ્રહને-ઈશકૃપાને કાર્ય કરવાની મોકળાશ રહેતી નથી. એટલે, પોતાના પૂષાર્થને આગળ કરીને પરમાત્મતત્ત્વ પ્રત્યેનાં ભક્તિ અને સમર્પિત ભાવને જે સાધક વીસરી જાય છે, તેની પ્રગતિમાં રુકાવટો ઊભી થાય છે. કળી પણ ન શકાય એ રીતે ક્યાંકથી આવતી કોઈ ગુપ્ત સહાય જ આ માર્ગનાં સઘળાં ભયસ્થાનો અને વિનોમાંથી પોતાને હેમખેમ પાર ઉતારી રહી છે’ એ સભાનતા, અનેક પ્રકારની સફળતામાં પાણ, સાધકને અહંના આક્રમણનો શિકાર થવા દેતી નથી. નમ્રતા પ્રારંભિક સાધકને માટે જેમ જરૂરી ગુણ છે, તેમ ઉપરની ભૂમિકાએ પણ તેની એટલી જ આવશ્યકતા છે.
વિનોબા ભાવેને કોઈએ પ્રશ્ન કર્યો કે સાધનામાં મહત્ત્વનું શું? ભગવત્કૃપા કે પુરુષાર્થ? એ ગૂંચ ઉકેલી આપતાં વિનોબાજીએ પોતાનો એક અનુભવ ટાંકયો : ‘એક વખત બાબા એક ખાલી ટાંકા પાસે બેઠા હતા. તેમાં પડેલું એક જીવડું બહાર નીકળવા મથામણ કરી રહ્યું હતું. ટાંકાની સીધી દીવાલ પર એ થોડું ચડે કે પાછું નીચે ગબડી પડે. બાબાએ જોયું કે નીચે પડયા પછી એ જીવડું ફરી ઉપર ચડવા પ્રયત્ન કરતું પણ થોડું ઊંચે ગયા પછી પાછું નીચે પડી જતું. કેટલીયે વાર આ ક્રમ ચાલતો રહ્યો. એની આ મથામણ જોઈને બાબાને એની દયા આવી. બાબાએ ઊઠીને એક લાકડી લીધી, ને એને ટાંકામાં દીવાલને ટેકે ત્રાંસી મૂકી દીધી. જરા વારમાં પેલું જીવડું લાકડી પર થઈને સડસડાટ ટાંકાની બહાર ચાલ્યું ગયું. એ એના પુરુષાર્થ વડે બહાર નીકળી શક્યું કે બાબાએ મૂકેલી લાકડીના સહારે? ટાંકામાં એ જો ચૂપચાપ પડયું રહ્યું હોત કે આમતેમ ફરતું રહ્યું હોત તો લાકડી મૂકવાનો વિચાર બાબાને આવત? અને, લાકડી મૂકયા પછી એણે એનો સહારો ન લીધો હોત તો? આમ, ટાંકામાંથી એ બહાર નીકળી ગયું એમાં એનો પુરુષાર્થ તો ખરો જ; પણ લાકડી વિના એનો પુરુષાર્થ સફળ થાત?”
પોતાના પુરુષાર્થને જ સર્વસ્વ માનનારે આત્મનિરીક્ષણ કરવું ઘટે કે મૂળમાં પોતાને આ માર્ગે જવાની ઇચ્છા જાગી શાથી? પરમાત્માનો અનુગ્રહ થાય છે ત્યારે જ સાચા આધ્યાત્મિક માર્ગ તરફ દષ્ટિ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org