________________
ઈશકૃપા ૩૦૩ મુમુક્ષા પ્રગટે છે અને અંતરમાં આત્મદર્શનની ઝંખના જાગે છે. એ પંથે અંતિમ સફળતા પણ પરમાત્મકૃપાથી જ મળે છે.
સમર્પિત જીવન, નિર્બોજ જીવન
જે સાધકો આ નથી સમજી શકતા તે કાં અભિમાનના કાં ઉત્સુકતા કે ગ્લાનિના શિકાર બને છે. કેવળ પોતાના પુરુષાર્થ ઉપર જ મુસ્તાક રહેનારને પોતાના પ્રયાસમાં શીધ્ર સફળતા મળે છે તો અભિમાન જાગે છે, અને સફળતા મળવામાં વિલંબ થાય છે ત્યારે અજંપો થાય છે. જયારે, જીવનનો ભાર અદશ્ય રીતે કોઈક વહન કરી રહ્યું છે એ ભાન એ અનુભવ સાધકને નમ્ર, નિ:શંક અને નિર્ભય બનાવે છે. સમપિત થવું એટલે આપણી સફળતાનિષ્ફળતામાં આપણા પુરુષાર્થ ઉપરાંત અન્ય અજ્ઞાત પરિબળો પણ ભાગ ભજવી રહ્યાં છે એ ભાન સાથે, પોતાની સૂઝ, સમજ અને શક્તિ અનુસાર ખંત અને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા રહેવું, પણ ફળ માટેની ઉત્સુકતા ન રાખતાં, વિશ્વના મંગળ વિધાનમાં વિશ્વાસ રાખી, પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથે તાદાત્મ સ્થાપીને નચિંત થઈ જવું. સફળતા અને સુરક્ષાનો ભાર પોતાના માથેથી ઉતારી નાખી, મુમુક્ષ સમર્પિત ભાવે અંત:સ્થ પરમાત્મા તરફ વળે છે તો એનું જીવન નિર્બોજ બની રહે છે.
પરમાત્મા પ્રત્યેના આવા સમર્પિત ભાવનું સાધનામાર્ગમાં એટલું બધું મહત્ત્વ છે કે યોગસુત્રકાર મહર્ષિ પતંજલિએ ઈશ્વરપ્રણિધાનને સમાધિસિદ્ધિનો એક વિશિષ્ટ હેતુ કહ્યો છે. અર્થાત્ બીજી સાધના ન કરી શકતી વ્યક્તિઓ પણ આ પ્રકારે ઈશ્વરપ્રણિધાન દ્વારા અર્થાત્ સમર્પિતભાવ દ્વારા આત્મવિકાસ સાધી શકે છે. જીવનમાં ઉપસ્થિત થતા મૂંઝવણભર્યા પ્રશ્નો, ગૂંચો, કોયડાઓ વખતે તેના ઉકેલ માટે કેવળ આપણા પોતાના પુરુષાર્થ ઉપર જ મુસ્તાક ન રહેતાં, પોતાની સૂઝ અને આવડત મુજબ જે કંઈ
૨. (i) ફૅશ્વરપ્રણિધાનાત્ વા
– યોગસૂત્ર, સમાધિપાદ, સૂત્ર ૨૩. (ii) સમાધિસદ્ધિરીશ્વરાધનાતા
– એજન, સાધનપાદ, સૂત્ર ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org