________________
૩૦૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ કરવું જરૂરી અને શકય લાગે તે કરી લઈ, બાકીનું કોઈ સમર્થ વ્યક્તિને જાણે સોંપતાં હોઈએ એ રીતે, પૂરા વિશ્વાસ સાથે, અંત:સ્થ પરમાત્માને ભળાવી દઈએ, અને, જે બને તેનો શાંત સ્વીકાર કરવાની તૈયારી સાથે, એ પ્રશ્ન આપણા ચિત્તમાંથી સમૂળગો કાઢી નાખીએ, તો એ પણ એક સાધના બની રહે છે– આને જ ભગવદ્ગીતા યોગ કહે છે. શુદ્ધ સાક્ષીભાવ એનાથી સ્વયં આવે છે અને વિકસતો જાય છે એટલું જ નહિ, આપણે અનુભવીએ છીએ કે આપણાં યોગક્ષેમ પણ કોઈ અકળ રીતે થતાં રહે છે. અન્ય સહાયક તત્ત્વો
‘ઈશકૃપા થાય છે ત્યારે સાધકને માર્ગદર્શક સદ્ગની પ્રાપ્તિ અનાયાસ થાય છે. સદ્ગુરુ માર્ગ બતાવે છે એટલું જ નહિ, એ માર્ગે સાધકની પ્રગતિની ચકાસણી કરી તેની સાધનાને યોગ્ય વળાંક અને વેગ આપે છે. માર્ગદર્શન ઉપરાંત અન્ય અનેક રીતે ગુરુ સાધકને સહાય કરે છે. આત્મનિષ્ઠ ગુરુના સહવાસથી પણ તેને ખૂબ લાભ થાય છે. આત્મનિષ્ઠ પુરુષોના સાન્નિધ્યમાં તે ઓછી મહેનતે સાધનામાં પ્રગતિ કરી શકે છે; કારણ કે એ સંનિધિમાં ચિત્તશુદ્ધિ અને આત્મભાવમાં વૃદ્ધિ સરળતાથી થઈ શકે છે. આથી જ ગુરુકુલવાસનો મહિમા યોગવર્તુળોમાં સર્વત્ર ગવાયો છે; માત્ર બૌદ્ધિક વિકાસ, શાસ્ત્રજ્ઞાન કે સાધના અંગે માર્ગદર્શન–એટલું જ કંઈ ગુરુકુલવાસનું લક્ષ્ય નથી. આત્મનિષ્ઠ ગુરુની પ્રત્યેક હિલચાલ, વાતચીત અને એમની આસપાસનું સૂક્ષ્મ વાતાવરણ સુધ્ધાં આત્મભાવનાં પોષક હોય છે. કંઈક આગળ વધેલા સાધકો તો એ વાતાવરણનો આવો પ્રભાવ પોતાના ચિત્તતંત્ર ઉપર સ્પષ્ટ અનુભવી શકે છે. અધિકારી વ્યક્તિ પોતાની આંતરસૂઝ વડે આવા ગુરુને ઓળખી લે છે. સમર્થ ગુરુ સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત પછી શ્રદ્ધા-ભક્તિસંપન્ન સાધકને, દૂર રહ્યું રહ્યું પણ, તેમની સહાય મળી શકે છે. ૩. ર્મધેવાયાર, મા ! તીરના
मा कर्मफलहेतुर्भूःमा ते सङ्गोऽस्त्वकर्मणि।। योगस्थः कुरु कर्माणि, सङ्ग त्यक्त्वा धनंजय। सिद्धयसिद्धयोः समो भूत्वा, समत्वं योग उच्यते।।
– ભગવદ્ગીતા, અ. ૨, શ્લોક ૪૭-૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org