________________
ઈશકૃપા ૩૦૫
આત્મભાવમાં રમણ કરતા મહાત્માઓએ જે સ્થળે ઘણો સમય વસવાટ કર્યો હોય કે સાધના કરી હોય, તે સ્થાન પણ સાધનામાં સહાયક બને છે, ત્યાં સાધકનું ચિત્ત સરળતાથી અંતર્મુખ બની શકે છે. એ જ રીતે, પોતાથી અધિક આત્મવિકાસ કર્યો હોય તેવા સાધકો અને સમાનશીલ વ્યક્તિઓનો સહવાસસંપર્ક પણ સાધનામાં અનેક રીતે ઉપકારક છે. એ સત્સંગ દ્વારા સાધકનાં સંવેગ-વૈરાગ્ય પુષ્ટ બને છે, સાધના અંગે કંઈક નવો પ્રકાશ અને પ્રેરણા મળે છે અને સાધનામાં તેનો ઉત્સાહ ટકી રહે છે.
આ સાથે, સાધક પોતાની દિનચર્યામાંથી અનાવશ્યક પ્રવૃત્તિઓને રુખસદ આપે અને સરળતાથી પહોંચી વળાય તેવી અને તેટલી જ પ્રવૃત્તિ માથે લે, ગજા ઉપરાંતનો શારીરિક કે માનસિક શ્રમ ન કરે, આહાર સાત્વિક, હળવો અને પરિમિત લે અને આંતરડાં સાફ રાખે, બીજાઓ સાથેના વ્યવહારમાં મૃદુ અને ક્ષમાશીલ રહે, નકામી ચર્ચાઓ અને વ્યર્થ વાદવિવાદથી દૂર રહે અને સર્વત્ર ઉપશમભાવ કેળવે તો સાધનામાં વિક્ષેપરહિત પ્રગતિની તે આશા રાખી શકે.
અધિકારી કોણ?
અંતરંગ યોગસાધનથી અપરિચિત એવાં કેટલાંક સાધુ-સાધ્વી કહેતાં ફરતાં હોય છે કે ‘બાનાદિ સાધના તો ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચેલા ત્યાગીઓએ કરવાની સાધના છે, ગૃહસ્થોનું એ કામ નહિ”. આથી, કેટલાક મુમુક્ષુઓને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે પોતે આ માર્ગે જવાને માટે અધિકારી છે ખરા? ગૃહસ્થ હોય કે મુનિ, જગતની ક્ષણિક પ્રાપ્તિઓ જેને પૂર્ણ સંતોષ ન આપી શકતી હોય, તન, મન, ધન, કીર્તિ, પ્રતિષ્ઠા આદિની અનિત્યતા જેની નજર સામે તરવરતી હોય તથા નામધામ આદિથી પર કંઈક શાશ્વત તત્ત્વની પ્રાપ્તિની ઝંખના જેના અંતરમાં ડોકાયા કરતી હોય તે સૌ આ માર્ગના અધિકારી છે.
४. यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम्। तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ।।
– &યપ્રદીપ પત્રિશિકા, શ્લોક ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org