SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ આત્મજ્ઞાન અને સાધનાપથ (અને એ રીતે જગતને નિજાત્માથી અભિન્ન જુએ છે) તેનું સમત્વ અખંડ બને છે." જગતના જીવોમાં રહેલ ચૈતન્ય-અંશને જ જોવાની દૃષ્ટિ ખૂલતાં, જગતમાં બનતી ચિત્રવિચિત્ર ઘટનાઓથી કે પોતાના સંપર્કમાં આવતી વ્યક્તિઓની ગમે તેવી વિલક્ષણ વૃત્તિ-પ્રવૃત્તિથી, સાધકના ચિત્તમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી - તેની સમતા ડહોળાતી નથી. – જ્ઞાન /સ્વરૂપ-સ્મૃતિ સમત્વનો ત્રીજો આધારસ્તંભ છે જ્ઞાન-આનંદમય પોતાના નૈૠયિક શુદ્ધ સ્વરૂપનું જાગૃત ભાન. આપણાં બધાં દુ:ખદર્દનું મૂળ દેહાત્મબુદ્ધિમાં રહેલું છે. જ્યાં સુધી આપણે આપણી સાચી ઓળખાણ મેળવી ન લઈએ ત્યાં સુધી તૃષ્ણા નિર્મળ થઈ શકતી નથી. ફલત: ભય-લોભ-અસંતોષ આદિ વિકારોથી ચિત્ત ગ્રસ્ત રહે છે અને સમતા લાધતી નથી. ભગવદ્ગીતામાં પણ “મૃતિભ્રંશ'નેઅર્થાત્ હું આ દેહ નહિ પણ નિર્વિકાર-શાશ્વત-શુદ્ધ ચૈતન્ય છું એ તબની વિસ્મૃતિને-સર્વ અનર્થનું મૂળ કહેલ છે.” ભોગોપભોગ અતિ નિયંત્રિત હોય અને અન્યની સારીમાઠી પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા પણ કેળવાઇ હોય, તે છતાં, નિજના શુદ્ધ ચૈતન્ય તરફ ૫. નબ્બીવેy નો મતિ, વિધ્યું નિમતમ્ यदा शुद्धनयस्थित्या, तदा साम्यमनाहतम् ।। – અધ્યાત્મસાર, સમતાધિકાર, શ્લોક ૮. ૬. (i) સ્વાર્ષિ -તેત્રાયવસીયત: / आत्माराम मनो यस्य, तस्य साम्यमनुत्तरम्।। - એજન, સમતાધિકાર, શ્લોક ૯. (i) મવસ્તુ વિમપિ તત્ત્વ, વીમીત્તનું વI हृदि वितरति साम्यं, निर्मलश्चिद्विचारः ।। – અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ, શ્લોક ૬૧. (ii) વિનિન્દ્રપલોપથી રોકોત્તર સીમુવેતિ યોજી – એજન, સામ્યયોગ, શ્લોક ૨. ૭. ભગવદ્ગીતા, અ., ૨, શ્લોક ૬૨-૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy