________________
સમત્વ : સાધનાનો રાજપથ ૧૧૯
જાળાં બંધાય છે, અને એ નિમિત્તે બીજા જીવો સાથે સંઘર્ષના પ્રસંગો ઉપસ્થિત થતાં પણ વાર લાગતી નથી. તેથી સમત્વ અને ચિત્તશાંતિના અર્થીએ ભોગપ્રવૃત્તિને નિયંત્રિત કરી તેની કામનાને ઘટાડવી રહી. આ હેતુથી સર્વકાળના જ્ઞાનીઓએ મુક્તિમાર્ગના પ્રવાસીને પ્રારંભમાં જ પોતાનું જીવન યમ-નિયમ દ્વારા ઘડવાનો અનુરોધ કર્યો છે.
વિશ્વપ્રેમ આત્મીયતા
પોતાનું જીવન યમ-નિયમથી સંયમિત હોવા છતાં, જો બીજાઓના પોતાથી જુદા પડતા વિચારો, ક્ષતિઓ, દોષો અને અપરાધ સુધ્ધાંને શાંત ભાવે સહી લેવાની શક્તિ કેળવાઈ ન હોય તોયે ચિત્તને ડહોળાતાં વાર લાગતી નથી. તેથી ક્ષમાની કેળવણીને પણ સાધકજીવનમાં અતિ મહત્ત્વનું સ્થાન અપાયું છે.
VERAND
મુનિના બીજા બધા ગુણોને ગૌણ કરીને, પ્રત્યેક વાર, ‘ક્ષમાશ્રમણ’ વિશેષણને જ આગળ કરીને, મુનિને વંદન કરવાની પાછળ હેતુ શો છે? તે એ જ સૂચવે છે કે ક્ષમા એ મુનિની સહજ વૃત્તિ બનવી જોઈએ. આ કારણે ઉપશમને સાધુપણાનો સાર કહ્યો છે. ઉપશમ એટલે ‘અપરાધીસું પણ ચિત્ત થકી, નવિ ચિંતવીએ પ્રતિકૂળ. * બૂરું કરનારનું પણ મન, વચન, કાયાથી અહિત ન ચિતવવું-ન કરવું, હિત જ કરવું-ચિતવવું. એ કયારે બને? વ્યક્તિએ જેને પોતાનાં માન્યાં હોય છે તેની પ્રત્યે આવું વલણ સહજ હોય છે. જેની સાથે આપણે આત્મીયતા અનુભવીએ છીએ તેના પ્રત્યે ઉદારતા, ક્ષમા અને સહિષ્ણુતા વિના પ્રયાસે આવે છે. આથી મુક્તિમાર્ગના પ્રવાસીએ સમગ્ર જગતના પ્રાણીઓ પ્રત્યે આત્મીયતાનો ભાવ વિકસાવવો કે આત્મતુલ્યવૃત્તિ કેળવવી આવશ્યક છે. પોતાના સંપર્કમાં આવતા જીવોમાં વિલસી રહેલ ચૈતન્ય-અંશને જ જોવાની દૃષ્ટિ કેળવાઈ હોય તો આ સુલભ બને.
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ તથ્યને વાચા આપતાં કહ્યું કે ‘શુદ્ધ નયમાં સ્થિત થઈને જે સાધક, જગતના જીવોમાં રહેલ કર્મકૃત વિષમતાને બાજુએ મૂકીને, એમનામાં વિલસી રહેલ ચૈતન્યને જ જુએ છે
૪. સમકિત સડસઠ બોલની સજ્ઝાય, ઢાળ ૮, ગાથા ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org