SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૨૧ દિષ્ટ ગઈ જ નહિ અને દેહમાં જ ‘હું’બુદ્ધિ રહી તો ભવિષ્યનો વિચાર એ વ્યક્તિના ચિત્તને ક્ષુબ્ધ રાખશે. પ્રાપ્ત ‘સુખ’ હાથમાંથી સરી જવાની કે કશુંક અમંગળ થવાની ભીતિ-અનિશ્ચિત ભાવિની આશંકા-હરહંમેશ એના ચિત્ત ઉપર સવાર થઈ બેસશે. અનિષ્ટ ભાવિની એ આશંકા નિજના શાશ્વત-શુદ્ધ-સ્વરૂપ સાથેના અનુસંધાન દ્વારા નિર્મૂળ થઈ શકે. શુદ્ધ જ્ઞાન અને આનંદ એ જ આપણું સાચું સ્વરૂપ છે, અત્યારનું આપણું સમગ્ર વ્યક્તિત્વ ભવનાટકના સ્ટેજ પર કર્મના નિદર્શન મુજબનો ક્ષણવાર પૂરતો આપણો એક અભિનય માત્ર છે. આ દુનિયાના મંચ ઉપર વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ કે અનામી ખેતમજૂર, ખ્યાતનામ સાક્ષર કે નિરક્ષર ગામડિયા, પાંચમાં પૂછાતા ફિલસૂફ કે પાગલ, ન્યાયાધીશ કે આરોપી, રાષ્ટ્રપતિ કે આજીવન કેદી, વિશાળ અનુયાયીવૃંદથી સેવાતા સંત કે સર્વત્ર હડધૂત થતા હિપ્પીના વેશમાં થોડો કાળ ઝબકી જઈ કાળના પ્રવાહમાં આપણે વિલીન થઈ જઈશું. જેમ સ્વપ્નની ઘટનાઓનો આપણા રોજિંદા જીવન ઉપર કશો પ્રભાવ નથી તેમ એ સર્વ પ્રાપ્તિઓથી કે અભાવોથી આત્માને ન કશો લાભ છે કે ન કશું નુકસાન. ચલચિત્રના પડદા ઉપર જેમ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારનાં ચિત્રો ક્ષણભર ઝબકી જાય છે, પરંતુ એની કોઈ અસર પડદાને નથી થતી-ચિત્રો પલટાતાં જાય પણ પડદો તો એકસરખો રહે છે; તેમ આપણાં મન-વાણી-કાયાના પર્યાયો કાળના પ્રવાહ સાથે ક્રમશ: દેખા દઈ વિર્લીન થઈ જાય છે, જયારે એને નીરખનાર ચેતના, પડદાની જેમ, એ પ્રવાહથી અસ્પૃષ્ટ છે. એ શાશ્વત સત્તા છે. એ જ આપણું અસલી સ્વરૂપ છે. કિંતુ, આપણે રૂપ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત રાખીએ છીએ ને સ્વરૂપને વીસરી જઈએ છીએ. જે રૂપ ઉપર આપણે મોહ પામીએ છીએ તે તો પુદ્ગલનો જ એક વિકાર હોવાથી નાશવંત છે. એટલે રૂપ-જે રૂપાંતર પામે છે, જે ક્ષણભંગુર છે-તેના ઉપરથી દૃષ્ટિ ખસેડી લઈ, સ્વરૂપ-કે જે શાશ્વત અચલ તત્ત્વ છે-તેનું અનુસંધાન રાખીએ તો જ ચિત્તમાં સમત્વનું અવતરણ થઈ શકે. પૂર્વબદ્ધ કર્મના ફળસ્વરૂપ આપત્તિઓ, મર્યાદાઓ, બાધાઓ, અડચણો અને કષ્ટદાયી સંયોગો તો હરકોઇના જીવનમાં આવે છે. પણ તે અવસરે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy