SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ / આત્મજ્ઞાન અને સાધનાપણ નિમિત્તો વચ્ચે પસંદગી કરવાનું માંડી વાળવું એ આત્મવિકાસનો નહિ પણ આત્મવંચનાનો માર્ગ છે. નિશ્ચયથી આત્મા ઉપર પરની કંઈ અસર ન હોવા છતાં, આપણે સૌ કર્મની પરતંત્રતા અનુભવીએ છીએ; આત્માનાં અમર્યાદ અને અખંડ જ્ઞાનસુખ-સામર્થ્યનો અનુભવ આપણે પામી શકતાં નથી. નબળી આંખોવાળી વ્યક્તિની નજર ઓછી પડે છે, તો જન્માંધ બાળક રૂપ-રંગના જ્ઞાનથી સાવ વંચિત રહે છે. પરની કંઈ જ અસર આત્માને ન હોય તો જડ દેહની ક્ષતિની આ અસર આત્માના જ્ઞાનગુણ ઉપર કેમ વરતાય છે? આત્મા અનંત જ્ઞાનનો સ્વામી હોવા છતાં, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી, તેનો જ્ઞાનગુણ દેશકાળથી સીમિત કેમ રહે છે? આમ, પૂર્વગ્રહ છોડી દઈને વિચારતાં એ તમ સ્પષ્ટ ઊભરી આવે છે કે નિશ્ચયનયે આત્માને અને પરને ભલે કંઈ સ્નાન-સૂતક ન હોય, પણ વ્યવહારની ભૂમિકાએ પરની અસર અનુભવાય છે; માટે વ્યવહારની ભૂમિકાએ નિમિત્તોની પસંદગીનો પ્રશ્ન પણ રહે જ છે. શુદ્ધ નિશ્ચયથી તો આત્મા કર્મથી બદ્ધ છે જ નહિ, એટલે મુક્ત થવાની વાત પણ રહેતી નથી. પોતે બદ્ધ છે, પરતંત્ર છે એ તેની કેવળ ભ્રાંતિ જ છે. મુમુક્ષને માટે કોયડો એ રહે છે કે એ ભ્રાંતિ ટળે શી રીતે? –એ ગૂંચનો વ્યવહારુ ઉકેલ દઢમૂળ થયેલ અજ્ઞાનનો એ સંસ્કાર કેવળ બૌદ્ધિક બોધથી- શાસ્ત્રોના શ્રવણ-મનનથી કે તર્ક દ્વારા પ્રાપ્ત સમજણથી દૂર થતો નથી; પોતે બદ્ધ છે એ કેવળ ભ્રમ છે' એ તળનો જાતઅનુભવ ન થાય ત્યાંસુધી એ ભ્રાંતિ ટળતી નથી. પૂર્વની સાધનાથી જેની વાસનાઓ ક્ષીણ થઈ ચૂકી હોય એવા કોઈ વિરલ આત્માઓ જ્ઞાની પુરુષના વચનથી તત્ક્ષણ જાગી જતા દેખાય, પણ બહુધા એ અજ્ઞાનના સંસ્કારમાંથી બહાર નીકળવા દીર્ધકાળનો સાધનાનો પુરુષાર્થ કરવો પડે છે; જ્ઞાનની કેવળ વાતોથી એ કામ થઈ જતું નથી. નિશ્ચયના અવલંબને આત્મવિકાસમાં વેગ લાવવા ઇચ્છનારે ‘પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy