________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય
શ્રી ચન્દ્રપ્રભજિન-પદ-સેવા, હેવાય જે હલિયા જી; આતમગુણ અનુભવથી મલિયા, તે ભવભયથી ટલિયા જી.
– દેવચન્દ્રજી મહારાજ, ચન્દ્રપ્રભજિનસ્તવન. નિજ અનુભવ લવલેશથી, કઠિણ કર્મ હોય નાશ; અલ્પ ભવે ભવિ તે લહે, અવિચલપુરકો વાસ.
– યોગીશ્વર ચિદાનંદજી, સ્વરોદયજ્ઞાન, દુહો ૫૩. હરવ્યો અનુભવ જોર હતો જે, મોહમલ્લ જગ લૂંઠો; પરિ પરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભોંઠો રે.
– ઉપા. યશોવિજયજી, શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૧૩. અનુભવીઓના ઉપર્યુક્ત ઉદ્ગારોમાં એક વાત તરી આવે છે કે નિજ સ્વરૂપનો ‘અનુભવ' ભવભ્રમણને અત્યંત ટૂંકાવી દે છે. | ‘અનુભવ'માં એવો તે શો જાદુ છે કે તે મેળવનાર વ્યક્તિ અલ્પ ભવે મુક્તિ મેળવે? આનું રહસ્ય એ છે કે “અનુભવ” દ્વારા એક પલકારામાં આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન લાધે છે. નિજની એ અનુભૂતિ વ્યક્તિની જીવનદૃષ્ટિમાં એક જબરદસ્ત ક્રાંતિ આણે છે. શ્રત દ્વારા પ્રાપ્ત થતું બૌદ્ધિક સ્તરનું જ્ઞાન આવી આમૂલચૂલ ક્રાંતિ સર્જી શકતું નથી. મોહનાશનો અમોઘ ઉપાય
શ્રત દ્વારા સ્વરૂપનો બોધ થતાં, અને તેના વડે ચિત્ત ભાવિત થતાં, ક્રમશ: મોહની પકડ ઢીલી પડતી જાય છે. અને વિષય-કષાયના આવેગો કંઈક મોળા પડે છે. પણ ઇન્દ્રિયોના વિષયોનો રસ–વિષયોમાં અનાદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org